ભારતના આ 10 ભૂતિયા રેલવે સ્ટેશન, જ્યાં સાંજ પછી જતાં ડરે છે લોકો
મધ્ય પ્રદેશના સોહાગપુર રેલવે સ્ટેશન વિશે કહેવાય છે તે રાત્રે અહીં એક મહિલાનો અજીબ અવાજ સંભળાઈ છે. જેથી રાત્રે આ સ્ટેશન એકદમ સુમસામ થઈ જાય છે. સાંજે તો આ સ્ટેશન પર માત્ર બે કે ચાર લોકો જ દેખાઈ છે.
કોલકાતાના આ મેટ્રો સ્ટેશન મામલે પેરાનોર્મલ એક્ટિવિટીઝની અનેક વાતો ખૂબ ફેમસ છે. જેમ કે અહીં રાત્રે 10 વાગ્યે છેલ્લી મેટ્રો ચાલે છે તે બાદ સ્ટેશન પર એકદમ શાંતિ છવાઈ જાય છે. ઘણીવાર લોકોએ અનુભવ્યું છે કે કોઈ પડછાયો અચાનક ટ્રેક વચ્ચે પ્રગટ થઈ જાય છે. અને ગાયબ થઈ જાય છે. આ મેટ્રો સ્ટેશન પર કેટલાય લોકોના મોત થયા છે.
મધ્ય પ્રદેશમાં ખંડવા પાસે આવેલા આ રેલવે સ્ટેશનને પણ હોન્ટેડ માનવામાં આવે છે. કહેવાય છે કે, અંગ્રેજોએ સ્વતંત્રતા સેનાની ટંટ્યા મામા ભીલને મારીને ફેંકી દીધા હતા. ત્યારે આજે પણ કોઈ ટ્રેન ત્યાંથી પસાર થાય છે તો તેમની સમાધિ પાસે ઉભી રહીને સલામી આપે છે. અને તે બાદ જ ટ્રેન આગળ વધે છે. સ્થાનિકોનું કહેવું છે કે જો ટ્રેન ઉભી રહીને સલામી ન આપે તો ત્યાં કોઈને કોઈ દુર્ઘટના સર્જાય છે.
ઉત્તર પ્રદેશના પ્રગાયરાજ જિલ્લામાં આવેલા નૈની રેલવે સ્ટેશન વિશે પણ અનેક અટકળો છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં રાત્રે ઘણીવાર સ્ટેશન અને રેલવે ટ્રેક પર કોઈ અજીબ વસ્તુઓ જોવા મળે છે. સ્થાનિકોનું એવું કહેવું છે કે, સ્ટેશનની પાસે નૈની જેલમાં ઘણા બધા ફ્રિડમ ફાયટર્સ બંધ હતા. અને તેમને ઘણુ ટોર્ચર કરવામાં આવતું હતું તે બાદ તે લોકોના મોત થઈ ગયા હતા.
મુંબઈના મુલુંડ સ્ટેશન વિશે પણ મુસાફરો અને સ્થાનિકોનો દાવો છે કે, તેમને આ સ્ટેશન પર મોડી રાતે કોઈની બુમો અને રડવાનો અવાજ સંભળાઈ છે. લોકોનો દાવો છે કે આ સ્ટેશન પર એ લોકોની આત્મા ભટકે છે જેમણે રેલવે ટ્રેક પાર કરતાં સમયે કોઈ ઘટનાનો ભોગ બનીને મૃત્યુ પામ્યા છે.
લુધિયાણા સ્ટેશન વિશે એક કાઉન્ટર વિશે લોકોનું કહેવું છે કે, તેમને ત્યાં પેરાનોર્મલ એક્ટિવિટીઝ મહેસૂસ કરી હતી. લોકોનું કહેવું છે કે રિઝર્વેશન કાઉન્ટર પર એક સુભાષ નામનો વ્યક્તિ બેસતો હતો. તેને કામ પ્રત્યે ખૂબ લગાવ હતો. જો કે તેનું મોત થયા બાદ તે રૂમમાં જે કોઈ પણ કામ કરવા માટે જાય છે તેમને અનેક સમસ્યાઓ ઉભી થાય છે.
દિલ્લીના દ્વારકા સેક્ટર 9 મેટ્રો સ્ટેશન વિશે લોકોનો દાવો છે કે ત્યાં અનેકવાર ગાડીઓની પાછળ કોઈ મહિલાનો પડછાયો દેખાઈ છે. અને તેના કારણે જ લોકો આ સ્ટેશન પર સાંજ બાદ જતાં ડરે છે.
આંધ્ર પ્રદેશના આ રેલવે સ્ટેશનની હોરર સ્ટોરી ખૂબ પ્રચલિત છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ સ્ટેશન પર આરપીએફ અને ટીટીઈએ મળીને CRPFના એક જવાનની હત્યા કરી હતી. આ ઘટના બાદ તે CRPF જવાનની આત્મા ન્યાય માટે સ્ટેશનની આસપાસ ભટકતી ભટકતી હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં આવેલું બેગુનકોડોર રેલવે સ્ટેશન ભૂતિયા વાર્તાના કારણે 42 વર્ષોથી બંધ હતું. વર્ષ 1960માં ખુલેલા આ રેલવે સ્ટેશન પર સાંજ થયા બાદ આજે પણ લોકો ત્યાં જતા ડરે છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ રેલવે સ્ટેશન પર માસ્તરે એક રાત્રે પાટા પર યુવતીના પડછાયાને જોયો હતો. અને તેના થોડા દિવસ પછી જ તે સ્ટેશન માસ્તર અને તેમના પરિવારનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બાદથી આ રેલવે સ્ટેશન બંધ કરી દેવાયું હતું. જો કે 2009માં તે ફરી ખોલવામાં આવ્યું.
બગોડ હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં ઘટાદાર જંગલોની વચ્ચે આવેલું છે. આ વિસ્તાર ટૂરિસ્ટ માટે વધારે ફેમસ નથી પરંતુ ત્યાંની સુંદરતા કોઈને પણ મંત્રમુગ્ધ કરી દે તેવી છે. પરંતુ બગોડ રેલવે સ્ટેશન અને સુરંગની કહાની ઘણી ડરાવની છે. કહેવાય છે કે, બગોડ સ્ટેશનની બાજુમાં આવેલી ટનલ નંબર 33ની પાસે ઘણીવાર પેરાનોર્મલ એક્ટિવિટીઝ થાય છે. માટે તે જગ્યાએ જતાં લોકો બહુ ડરે છે.