Miss Universe: ભારતની Adline Castelino મેળવ્યું ચોથું સ્થાન, આ રીતે જીતી લીધા લોકોના દિલ

Mon, 17 May 2021-12:18 pm,

69મી મિસ યુનિવર્સ સ્પર્ધાના પરિણામ આવી ગયા છે. અને ભારતની એડલિન કેસલિનો જો કે જીતી તો ન શકી પરંતુ તેણે આ સ્પર્ધામાં ચોથું સ્થાન મેળવ્યું. જો એડલિન આ કોન્ટેસ્ટ જીતતી તો તે ભારતની ત્રીજી મહિલા બનત., વર્ષ 2000માં લારા દત્તા અને વર્ષ 1994માં સુષ્મિતા સેને આ ખિતાબ જીત્યો હતો. 

એડલિન કેસલીનોએ ખુબ જ શાનદાર રીતે  LIVA Miss Diva 2020 કોન્ટેસ્ટ જીતીને તાજ પોતાના નામે કર્યો હતો. હવે મિસ યુનિવર્સ 2020 માં પણ તેનું શાનદાર પ્રદર્શન રહ્યું. તેણે ચોથું સ્થાન મેળવ્યું. 

એડલિન કેસલિનો ખેડૂતોની આજીવિકા માટે કામ કરનારી કલ્યાણકારી સંગઠન વિકાસ સહયોગ પ્રતિષ્ઠાન માટે કામ કરે છે અને પીસીઓએસની ફ્રી ઈન્ડિયા કેમ્પેનનો ચહેરો પણ છે. 

એડલિન કેસલિનોનો જન્મ કુવૈતમાં થયો હતો. પરંતુ 15 વર્ષની ઉંમરમાં તે ભારત આવીને મુંબઈમાં વસી ગઈ. એડિલનનો પરિવાર કર્ણાટકના ઉદયવરાથી છે અને તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. 

ખેડૂતો માટે કામ કરવાની પ્રેરણા એડલિન કેસલિનોને દાદી પાસેથી મળી. તેની દાદી ખેડૂત હતી અને બાળકને જન્મ આપવા દરમિયાન તેમનું મોત થયું હતું. એડિલન દાદીને પ્રેરણા માને છે. આ સાથે એડલિન મહિલાઓ અને LGBT સમુદાય માટે પણ કામ કરે છે. 

એડલિન કેસલિનોને અનેકવાર રનવે પર ચાલવાની તક મળી. તે અનેક મેગેઝીનના કવર પેજ પર જોવા મળી ચૂકી છે. આ મેગેઝીન્સમાં એક ફેમિના મેગેઝીન પણ છે. આ સાથે જ એડલિને અનેક ટીવી અને ડિજિટલ કેમ્પેઈનમાં મોડલ તરીકે કામ કર્યું છે.   

એડલિન કેસલીનોએ મિસ યુનિવર્સ 2020ના રનવે પર અલગ અલગ કપડાં પહેરીને લોકોને ખુબ ઈમ્પ્રેસ કર્યા પરંતુ તેનો ઈન્ડિયન સાડી લૂક લોકોને ખુબ ગમી રહ્યો છે. આવામાં તે કોઈ નવી નવેલી દુલ્હન લાગે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link