Photos: પ્રથમ ટ્રાન્સજેન્ડર... જે `મોડલ ઓફ ધ યર` બની, જેની તસવીરો જોઈ લોકો થઈ જાય છે દીવાના
અમેરિકાની મોડલ એલેક્સ કોન્સાનીએ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચી નાખ્યો છે. તેણે લંડનમાં યોજાયેલો 2024 ફેશન એવોર્ડ્સમાં ‘Model of the Year’ નો ખિતાબ જીતીને પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા તરીકે આ સન્માન મેળવ્યું છે. આ ખિતાબમ મેળવનારી તે પહેલી ટ્રાન્સ મહિલા છે. આ ખાસ અવસરે કોન્સાનીએ કહ્યું કે આ જીત ફેશન ઈન્ડસ્ટ્રીમાં યોગ્ય દિશામાં ઉઠાવાયેલું એક મોટું પગલું છે.
21 વર્ષની કોન્સાનીએ 2019માં IMG Models સાથે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ટિકટોક પર પોતાની અનોખી શૈલી અને વ્યક્તિત્વ દ્વારા લગભગ 4 મિલિયન ફોલોઅર્સ બનાવ્યા. 2021માં ટોમ ફોર્ડ માટે રેમ્પ પર ડેબ્યુ કર્યા બાદ તે Alexander McQueen અને Versace જેવા ટોચના બ્રાન્ડ્સ માટે પણ શો કરી ચૂકી છે.
હાલમાં જ કોન્સાની અને વેલેન્ટિના સેમ્પાયોએ વિક્ટોરિયા સીક્રેટ ફેશન શોમાં રેમ્પ વોક કરીને ઈતિહાસ રચી નાખ્યો. આવું પહેલીવાર બન્યું હતું કે જ્યારે બે ટ્રાન્સ મોડલ્સે આ પ્રતિષ્ઠિત શોમાં ભાગ લીધો. કોન્સાનીએ પોતાના ભાષણમાં કહ્યું કે તે આ સફળતાનો શ્રેય બ્લેક ટ્રાન્સજેન્ડર મહિલાઓને આપે છે, જેમણે તેમના માટે આ રસ્તો સરળ બનાવ્યો.
કોન્સાનીએ પોતાના સ્વીકૃતિ ભાષણમાં જણાવ્યું કે કેવી રીતે ટ્રાન્સ સમુદાયના સંઘર્ષ અને સહયોગથી તે આજે આ મુકામ સુધી પહોંચી શકી. તેણે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે આપણે એકબીજાને સપોર્ટ કરીએ, ખાસ કરીને તેવા લોકોને જેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જાતને લો ફીલ કર્યા છે. આ અવસરે તેણે પોતાના માતા પિતાનો પણ આભાર માન્યો જેમણે હંમેશા તેના મોડલિંગના સપનાને સમર્થન આપ્યું.
આ વર્ષના ફેશન એવોર્ડ્સમાં અનેક દિગ્ગજો ઉપસ્થિત હતા. એના વિન્ટુરે ટોમ ફોર્ડને ‘Outstanding Achievement Award’થી નવાજ્યા. જ્યારે જોનાથન એન્ડરસને સતત બીજીવાર ‘Designer of the Year’ નો ખિતાબ જીત્યો. સમારોહમાં પરફોર્મન્સ માટે ડેબ્બી હેરી અને અફ્રોબીટ્સ સ્ટાર વિઝકિડે ભાગ લીધો જ્યારે રિહાના અને એ.એપી રોકી જેવા સેલેબ્સે પણ પોતાના અંદાજથી ચાર ચાંદ લગાવ્યા. (All Photos: insta-alexconsani)