આલિયા ભટ્ટ જેવું ફિગર બનાવવું હોય તો કરો આ યોગા, જાણો શું છે ફાયદા

Thu, 21 Jun 2018-10:19 am,

યોગ સ્વાસ્થ રહેવા માટે સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે. વર્ષોથી યોગ દ્વારા ઘણી બિમારીઓની સારવાર થાય છે સાથે જ તેમાં ઘણા પ્રકારના યોગનો સમાવેશ થાય. એન્ટીગ્રેવીટી યોગા, યોગનું એક એડવાન્સ રૂપ છે. 

એરિયલ ફિટનેસના પ્રણેતા ક્રિસ્ટોફર હેરિસન એન્ટીગ્રેવીટી ફિટનેસની ન્યૂયોર્કમાં શરૂઆત કરી કરી હતી. આજે 50થી વધુ દેશોમાં એન્ટીગ્રેવીટી યોગાઓની શાખા છે. 

આ યોગ માટે રેશમી અથવા કોટનના કપડા વડે (હેમોક) એક હિંચકો બનાવવામાં આવે છે અને તેના પર ઉંધા લટકીને આસન કરવામાં આવે છે. હેમોકની ક્ષમતા 500 કિગ્રા વજન ઉંચકવાની હોય છે. 

આસનો સરળતાથી થતા હોવાથી દરેક ઉંમરના વ્યક્તિ અને હેવી વેઇટની વ્યક્તિઓ પણ કરી શકે છે. 

એન્ટીગ્રેવીટી યોગા કરવાથી સેરોટોનિન, હેપ્પી હાર્મોન્સ રીલીજ થાય છે. જેથી માનસિક તનાવ દૂર થાય છે.

શિર્ષાસન જેવા કઠિન આસનો ખૂબ સરળતાથી કરી શકાય છે. તદઉપરાંત તેનાથી નેક અને બેકને જર્ક આપ્યા વિના કરી શકાય છે.

યોગાના વિવિધ આસનો હેમોકના સપોર્ટથી યોગ્ય રીતે અને લાંબા સમય માટે કરી શકાય છે. 

તેનાથી કમરના દુખાવા સંબંધિત બિમારીઓથી છુટકારો મળે છે કારણ કે તેમાં કરોડરજ્જુ સ્ટ્રેચ થાય છે. 

કરચલીઓ દૂર કરીને ચામડીને ટાઇટ બનાવે છે. તેનાથી ડાર્ક સર્કલ્સ દૂર થાય છે. 

આંખો નીચેથી કાળા ડાખ દૂર થાય છે અને ચહેરાની ત્વચાને ફરીથી યુવા બનાવે છે.

કોર સ્ટ્રેંથનીંગ અને મસ્કલ સ્ટેપનીંગમાં ખૂબ વધારો થાય છે. 

આ ટેક્નિકથી ટાઇટ જોઇન્ટ્સ ડીકમ્પ્રેસ થાય છે. જેથી સાંધાના દુખાવા દુર થાય છે.

બોલીવુડ સ્ટારથી માંડીને જાણીતા વ્યક્તિઓ જેમ કે રીચર્ડ બ્રેનસન, મેડોના, આલિયા ભટ્ટ, જુહી ચાવલા વગેરે એન્ટીગ્રેવીટી યોગાના લાભ લઇ રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link