ભાંગનો નશો બનાવી દે છે દીવાના, પણ તેના ફાયદા સાંભળી થઈ જશો હેરાન

Sun, 28 Mar 2021-11:33 am,

ભાંગ એક પ્રકારનું મિશ્રણ છે. આમાં, કેનાબીસ સટિવા પ્લાન્ટના પાંદડા અને કળીઓને સૂકવીને, ગ્રાઇન્ડીંગ કરીને પલાળીને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને તેનો ઉપયોગ ખાવા પીવાની વસ્તુઓમાં થાય છે. સદીઓથી ભારતમાં ભાંગ પીવામાં આવે છે. અને તે દહી અને મઠ્ઠામાં ભેળવી પીવામાં આવે છે. ઘણી જગ્યાએ લોકો દૂધમાં ભેળવ્યા બાદ તેને પીવે છે. જેને ભાંગ લસ્સી કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ મીઠાઈ બનાવવા માટે ભાંગ ઘી અને ખાંડ સાથે ભેળવવામાં આવે છે.

ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે. તેમાં નશો હોય છે. ખરેખર, કેનાબીસ નર્વસ સિસ્ટમના કામ કરવાની રીત પર અસર કરે છે. કેનાબીનોઇડ કેનાબીસમાં જોવા મળે છે, જે બે પ્રકારના હોય છે. ટેટ્રાહાઈડ્રોકૈનાબિનોલ અને કૈનાબિડિયોલ જેને CBD અને THS નામથી ઓળખાય છે.

ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે.

ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌધી સારી ઔષધી છે. અનેકો રિસર્ચ બાદ જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને ઘટાડી શકે છે. ફાઈબ્રોમાએલ્જિયા અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસના કારણોને ઘટાડવા માટે કેનાબીનોઈડ્સ પ્રભાવી રહી શકે છે.

ગરમીમાં તડકાના કારણે સનબર્નની સમસ્યા થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ સારૂ માનવામાં આવે છે. ભાંગના પાનને નાના નાના ટૂકડા કરીને બર્ન્ટ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક આપે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link