Parliament Attack anniversary: આ બહાદુર મહિલાએ આતંકીઓની 11 ગોળી ઝેલી 200 નેતાઓના બચાવ્યા હતા જીવ

Mon, 13 Dec 2021-8:51 am,

આજના દિવસે એટલે કે આજથી બરાબર 20 વર્ષ પહેલા ભારતના સંસદ ભવન પર એક જીવલેણ આતંકી હુમલો થયો હતો. જેણે દેશના અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો. 13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ હુમલાનો ખૌફ દશની જનતાના હ્રદયમાં આજે પણ તાજો છે. તે સમયે દેશમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી અને સંસદનું શિયાળુ સત્ર ચાલુ હતુ.   

પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદના પાંચ આતંકીઓ એમ્બેસેડર કારમાં મંત્રાલય અને સંસદનું નકલી સ્ટિકર લગાવીને પરિસરમાં ઘૂસ્યા હતા. એકે 47 રાઈફલ, ગ્રેનેડ લોન્ચર, પિસ્તોલ અને હાથગોળા લઈને આતંકવાદીઓએ સંસદ પરિસરની ચારેબાજુ તૈનાત સુરક્ષા ઘેરાને તોડ્યો.  જેવી કાર તેઓ અંદર લઈ ગયા, સ્ટાફ સભ્યોમાંથી એક, કોન્સ્ટેબલ કમલેશ કુમારી યાદવને તેમની હરકત પર શક ગયો. 

કમલેશ પહેલી સુરક્ષા અધિકારી હતી જે આતંકવાદીઓની કાર સુધી પહોંચી અને કઈંક સંદિગ્ધ મહેસૂસ થતા તે ગેટ નંબર1ને સીલ કરવા માટે પોતાની પોસ્ટ પર પાછી જતી રહી. જ્યાં તે તૈનાત હતી. ત્યારબાદ તેણે પોતાના સાથીને આ હરકત અંગે બૂમો પાડીને જણાવ્યું અને સુરક્ષા એલાર્મ દબાવી દીધુ. ત્યારબાદ સંસદના તમામ ગેટ બંધ કરી દેવાયા. 

જેવી કમલેશે બૂમો પાડવાનું શરૂ કર્યું કે આતંકીઓએ પોતાના કવરને પ્રભાવી ઢબે ઉડાવીને કમલેશ પર 11 ગોળીઓ છોડી. આતંકવાદીઓ વચ્ચે એક આત્મઘાતી હુમલાવર પણ હતો જેની યોજનાને કમલેશે નિષ્ફળ બનાવી દીધી. પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. 

કમલેશના મોત બાદ આતંકીઓ અંધાધૂંધ ગોળીબાર કરતા આગળ વધ્યા હતા. આતંકી કાર્યવાહી લગભગ 30 મિનિટ ચાલી હતી. જેમાં કુલ 9 લોકો માર્યા ગયા અને 18 અન્ય ઘાયલ થયા.  આ બધા વચ્ચે સુરક્ષાદળોએ તમામ પાંચ આતંકીઓને બિલ્ડિંગની બહાર જ મોતને ઘાટ ઉતાર્યા. 

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે માત્ર 72 કલાકમાં આ મામલાનો પર્દાફાશ કર્યો અને આ સિલસિલામાં મોહમ્મદ અફઝલ ગુરુ, શૌકત હુસેન, અફસલ ગુરુ અને એસ.એ.આર ગિલાનીની ધરપકડ કરી., તેમાંથી બેને છોડી મૂકવામાં આવ્યા જ્યારે અફઝલ ગુરુને ફેબ્રુઆરી 2013માં દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી આપવામાં આવી. 

વીરગતિ પ્રાપ્ત કરનારી કમલેશ કુમારીને તેમની બહાદુરી માટે અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ પહેલા ભારતીય મહિલા કોન્સ્ટેબલ હતા. ભારતના ઈતિહાસમાં કમલેશ કુમારીની બહાદુરી સુવર્ણ અક્ષરે નોંધાયેલી છે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link