આ 8 ચાંચિયાઓના કારનામાઓ જાણીને, તમે `પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન`ના ચાંચિયાને ભૂલી જશો

Fri, 29 Oct 2021-3:46 pm,

તે વિશ્વનો સૌથી સક્સેસફુલ અને બુદ્ધિશાળી ચાંચિયો હતો. તેણે 1719-1722 વચ્ચે લગભગ 400 જહાજો લૂંટી લીધા. તે Black Bartનાં નામથી વિશ્વભરમાં પ્રખ્યાત હતો. કેરેબિયન સમુદ્રમાંથી પસાર થતુ કોઈ પણ જહાજ Black Bartથી બચી શકતુ નહતું.

પાઇરેટ્સ માત્ર પુરુષો જ નહીં, પણ સ્ત્રીઓ પણ હતી. મેરી રીડનું નામપણ ખૂંખાર  ચાંચિયાઓમાં શામેલ છે. પિતા અને ભાઈના મૃત્યુ પછી મેરી રીડે છોકરાના વેશમાં વહાણમાં નાવિક તરીકે કામ કર્યું. એકવાર તેનું જહાજ વેસ્ટ ઈન્ડિઝમાં ચાંચિયાઓએ લૂંટી લીધું હતું, ત્યારથી મેરી રીડે ચાંચિયાઓ સાથે રહેવાનું શરૂ કર્યું અને ચાંચિયો બની ગઈ.

કેલિકો જેક ખૂબ જ અનોખો ચાંચિયો હતો. તેની સાથીઓ બે મહિલાઓ હતી અને તે જહાજના ક્રૂને છેતરીને લૂંટને અંજામ આપતી હતી. અન્ય લૂંટારાઓની જેમ તેણે પોતાનો અલગ ધ્વજ રાખ્યો ન હતો. આ જ લુંટારાએ Jolly Roger Flag (માનવ ખોપરી સાથેનાં ધ્વજ)ની સ્થાપનની શરૂઆત હતી. તેનું સાચું નામ John Jack Rackham હતું.

તેનું સાચું નામ એડવર્ડ ટીચ (Edward Teach) હતું. પરંતુ તે બ્લેકબર્ડ તરીકે સમગ્ર વિશ્વમાં કુખ્યાત હતો. 17મી અને 18મી સદીને બ્લેકબીર્ડ માટે સુવર્ણકાળ સમાન રહી. તે વેસ્ટ ઈન્ડિઝ અને ગ્રેટ બ્રિટનની ઉત્તર અમેરિકાની વસાહતોમાં દરિયાઈ માર્ગે લૂંટ ચલાવતો હતો. લૂંટને અંજામ આપવામાં તેને ચાંચિયા કેપ્ટન બેન્જામિન હોર્નિગોલ્ડની મદદ મળતી હતી.

આ ચાંચિયાની ગણતરી સૌથી ક્રૂર અને કુખ્યાત લૂંટારાઓમાં થાય છે. તેના કારણે મધ્ય અમેરિકાના દરિયાઈ વિસ્તારમાં ખૂબ જ ઉત્પાત મચાવ્યો હતો. 1663 અને 1674ની વચ્ચે તેણે સેંકડો જહાજો લૂંટી લીધા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link