Coconut Oil: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી
નાળિયેર તેલ નેચરલ બ્લીચનું કામ કરે છે. તેને રોજ આંખ નીચે લગાડવાથી આંખના ડાર્ક સર્કલ ઓછા થાય છે. તેનાથી ચહેરા પર મસાજ કરવાથી ત્વચાની ચમક વધે છે.
જે લોકોની આંખની આસપાસ સોજો રહેતો તેમણે નિયમિત નાળિયેર તેલ લગાડવું જોઈએ. નાળિયેર તેલમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે. તે સોજો ઉતારે છે.
નાળિયેર તેલમાં ફેટી એસિડ હોય છે જે ત્વચાને હાઈડ્રેટ કરે છે અને ડ્રાયનેસ દુર થાય છે. તેનાથી ત્વચા ટાઈટ થાય છે.
નાળિયેર તેલને આંખની આસપાસ લગાડવાથી આંખની રેડનેસ અને બળતરા દુર થાય છે.
આંખની નીચે નાળિયેર તેલ લગાડવાથી કરચલીઓ ઓછી થાય છે. કારણ કે તે કોલેજન પ્રોડકશન સુધારે છે.
નાળિયેર તેલ લગાડવા માટે ચહેરાને સાફ કરી આંગળી પર તેલ લઈ આંખની આસપાસ હળવા હાથે મસાજ કરો. તેલને રાત આખી રહેવા દો અને સવારે હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો.