Kronox Lab Sciences IPO: 3 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, ગ્રે માર્કેટમાં ધૂમ, સારી કમાણીના સંકેત
આઈપીઓમાં પૈસા લગાવનાર લોકો માટે સારા સમાચાર છે. 3 જૂન એટલે કે સોમવારે ક્રોનોક્સ લેબ સાયન્સનો આઈપીઓ ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓમાં 3 જૂનથી 5 જૂન સુધી દાવ લગાવી શકાય છે. કંપની આ આઈપીઓ દ્વારા 130.15 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ પ્રાઇઝ બેન્ડ નક્કી કરી દીધી છે. ખાસ વાત છે કે કંપની ગ્રે માર્કેટ પર દમદાર લિસ્ટિંગના સંકેત આપી રહી છે. તેવામાં ઈન્વેસ્ટરોને સારી કમાણી થઈ શકે છે.
ક્રોનોક્સ લેબ સાયન્સે પોતાના 130.15 કરોડ રૂપિયાના આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 129 રૂપિયાથી 136 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપનીએ 110 શેરનો એક લોટ બનાવ્યો છે. તેવામાં રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા એક લોટ એટલે કે 14960 રૂપિયાથી રોકાણ કરી શકે છે. વધુમાં વધુ 13 લોટ સાઇઝ માટે અરજી કરી શકશે. તે માટે 1,94,480 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ આઈપીઓમાં ક્વોલિફાઇડ ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ માટે 50 ટકા, રિટેલ ઈન્વેસ્ટરો માટે 35 ટકા અને હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝ્યુઅલ માટે 15 ટકા ભાગ રિઝર્વ રાખવામાં આવ્યો છે. કંપનીએ એન્કર ઈન્વેસ્ટરો પાસેથી 31 મે સુધી કુલ 39.04 કરોડ રૂપિયા ભેગા કર્યાં છે.
આઈપીઓમાં શેરનું એલોટમેન્ટ 6 જૂન 2024ના થશે. તો શેરનું રિફંડ 7 જૂને થશે. ડીમેટ ખાતામાં શેર 7 જૂને ક્રેડિટ થઈ જશે. કંપનીના શેર 10 જૂને લિસ્ટ થશે.
આઈપીઓ ખુલતા પહેલા ક્રોનોક્સ લેબ સાયન્સના શેર ગ્રે માર્કેટમાં સારી કમાણીનો સંકેત આપી રહ્યાં છે. investorgain.com પ્રમાણે 1 જૂને કંપનીના શેર 82 રૂપિયાના જીએમપી એટલે કે 60.29 ટકાના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યાં છે. લિસ્ટિંગના દિવસે આ સ્થિતિ રહે તો કંપનીના શેર 218 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે.