કચ્છનું પ્રખ્યાત માતાનો મઢ આવું ભવ્ય બનશે, વિકાસ બાદ કચ્છનો ઇતિહાસ ફરીથી લખાશે

Thu, 15 Dec 2022-10:19 am,

કચ્છના યાત્રાધામ માતાના મઢમાં દેશદેવી મા આશાપુરાના દર્શને 2017ની ચૂંટણી નિમિત્તે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવાના આપેલા વચનનો અમલ હવે શરૂ થયો છે. ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 32.71 કરોડના ખર્ચે ચાચરાકુંડ અને ખટલા ભવાની મંદિરેથી આરંભ કર્યો છે. ચાર પ્રોજેક્ટના રૂપમાં આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. ગત 28 ઓગસ્ટના ભુજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવન સહિતના વિકાસકાર્યોના લોકાર્પણ સાથે તીર્થધામ માતાના મઢના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું. તો સરકાર દ્વારા માતાજીના મંદિરનું મોડેલ પણ બહાર પાડવામાં આવ્યું છે.

માતાના મઢ કચ્છ ટુરિઝમનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. બહાર વસતા કચ્છીઓ હોય કે કચ્છ આવતો પ્રવાસી હોય તે માતાના મઢ અચૂક આવે છે અને દેશ દેવી આશાપુરા પાસે શિશ ઝુકાવે છે. અહીં માતાનામઢ જાગીર ટ્રસ્ટની નિ:શુલ્ક રહેવાની તેમજ જમવાની સુંદર વ્યવસ્થા છે, જેના દર્શનાર્થીઓની સંખ્યામાં લાભ લેતા હોય છે.

માતાના મઢના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ મહંત યોગેન્દ્રસિંહજી, મઢ જાગીરના ટ્રસ્ટી હનુવંતસિંહજી જાડેજા, ખેંગારજી જાડેજા, પોતે તેમજ અન્ય અગ્રણીઓને વચન આપ્યું હતું. તે સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મઢના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા તેમજ પ્રવીણસિંહ વાઢેરને ગાંધીનગર બોલાવ્યા હતા. 2021ના બજેટમાં પૂર્ણ નાણાપ્રધાને નીતિન પટેલે 32.71 કરોડની રકમ ફાળવી હતી.

આઇ આશાપુરાના મઢ માતાના મઢની વસ્તી અંદાજે ત્રણ હજાર જેટલી છે, પણ દર વર્ષે અંદાજે ત્રીસ લાખથી વધારે માઇભકતો દર્શન માટે આવે છે. દેશદેવી મા આશાપુરાનું મંદિર અને મઢ ગામ નદીના કાંઠે વસેલું છે. સારા વરસાદમાં ઉત્તરથી દક્ષિણ તેમજ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધોધમાર પાણી વહે છે.

મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજારની દિવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ, મુખ્ય માર્ગ 29 મીટર પહોળો છેક ચાચરાકુંડ સુધી, ખટલા ભવાની મંદિર પર બાગ-બગીચા તેમજ યાત્રાની સુવિધા ચાચરાકુંડને આધુનિક લાઇટીંગ અને ફુવારાથી શણગારાશે. વેપારીઓ માટે 60 જેટલી દુકાનો- મોલ બનશે. રૂપરાઇ તળાવનું નવિનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની પણ યોજના છે. આ રૂપરાઈ તળાવમાં બોટિંગ વ્યવસ્થા ને પણ આ વિકાસશીલ યોજનામાં આવરી લેવામાં આવશે

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link