100 વર્ષ બાદ એક સાથે બનશે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ, આ જાતકોનો થશે ભાગ્યોદય
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ 2 એપ્રિલે વક્રી અવસ્થામાં મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તે 9 એપ્રિલે વક્રી ચાલમાં જ મીન રાશિમાં ગોચર કરશે. તમને જણાવી દઈએ કે મીન રાશિમાં બુધ ગ્રહના પ્રવેશ કરવા પર શુક્ર અને સૂર્ય ગ્રહની સાથે તેનો સંયોગ બનવા જઈ રહ્યો છે.
મીન રાશિમાં શુક્ર અને બુધ ગ્રહની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ તો સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ત્રણ રાશિઓ એવી છે, જેનું ભાગ્ય આ સમયે ચમકી શકે છે. સાથે માન-સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ આ રાશિ વિશે..
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ બંને રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહ્યાં છે. તેથી આ સમયે તેને રોકાણથી લાભ થશે. સાથે આવકના નવા સોર્સ બનશે. સાથે તમારા બેન્ક બેલેન્સમાં વધારો થશે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે. સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમને શેર બજાર, સટ્ટા અને લોટરીમાં સારો ધનલાભ થઈ શકે છે.
લક્ષ્મી નારાયણ રાજયોગ અને બુધાદિત્ય રાજયોગ બનવાથી મીન રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમે નોકરી-ધંધામાં પ્રદતિ કરશો. સાથે કરિયરમાં તમને સારી સફળતા મળશે. તમારામાંથી ઘણા લોકોને નોકરીની સારી તક મળશે. જો તમે વેપારી છો તો આ સમયમાં તમને ધનલાભ થશે અને નવો ઓર્ડર મળશે.
બુધાદિત્ય રાજયોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ બનવાથી સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી અષ્ટમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમારી ઈચ્છાઓ પૂરી થશે. સાથે આ દરમિયાન તમે નવુ વાહન કે જમીન ખરીદી શકો છો. તો વેપારી વર્ગ તમારા કારોબારનો વિસ્તાર કરી શકે છે. સાથે પરિવારના લોકોનો તમને સાથ મળશે. તો આ સમયે તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. આ સમયમાં તમારૂ સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. તમે વધુ જાણકારી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો