Gold Rate: હાશ શાંતિ થઈ! સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, ચાંદી પણ તૂટી, જાણો 10 ગ્રામ સોનાનો શું છે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે સાંજે 199 રૂપિયા ગગડીને 76436 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જે સવારે ખુલ્યો ત્યારે 76635 રૂપિયા ભાવ હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો. ચાંદી કાલે સાંજે 603 રૂપિયા તૂટીને 87831 રૂપિયા પર ક્લોઝ થઈ હતી જે સવારે વધારા સાથે 88434 રૂપિયાના સ્તરે ખુલી હતી. આમ શુક્રવારે સોનું અને ચાંદી બંને ઘટાડા સાથે બંધ થયેલા જોવા મળ્યા જે જોતા નવા અઠવાડિયામાં સોનાના ભાવમાં કદાચ હવે ઘટાડાના પણ સંકેત જોવા મળી શકે.
સોના અને ચાંદીના 22 કેરેટ, 24 કેરેટ, સહિતના અલગ અલગ ભાવ પણ ચેક કરી લો.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)