ઓક્ટોબરની ભયંકર આગાહી : પહેલી તારીખથી જ મેઘતાંડવ થશે, આજે આ જિલ્લાઓમાં આવશે વરસાદ

Tue, 01 Oct 2024-8:26 am,

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આજે 1 ઓક્ટોબરના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.  

મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તો પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.  

રાજ્યમાં વરસાદ અંગે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી એવું કહે છે કે, નવરાત્રિ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે. સ્થાનિક વાતાવરણના કારણે બપોર બાદ રાજ્યના કોઈ કોઈ ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 થી 10 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. 28 ઓક્ટોબર સુધીમાં આ સાયકલોન ચક્રવાતમા રૂપાંતર થઈ શકે છે. ચક્રવાતની અસર સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદના રૂપે જોવા મળી શકે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link