વ્લાદિમીર પુતિનના સીક્રેટ પેલેસનો અદ્ભુત નજારો, વાયરલ થઈ તસવીરો
અમેરિકાથી લઈને હિન્દુસ્તાન સુધી સત્તાવાર રાષ્ટ્રપતિ પેલેસથી અલગ એક એવો પેલેસ પણ છે જે છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
હકીકતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સીક્રેટ પેલેસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો છે જે અત્યાર સુધી દુનિયાની નજરથી દૂર હતો.
જેલમાં બંધ રશિયન કાર્યકર્તા Alexei Navalny ના સહયોગીએ તે ગુપ્ત મહેલની અંદરની અનેક તસવીરો જાહેર કરી છે, જે રશિયાના રાષ્ટ્રપતિનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
એક ગૂગલ ડ્રાઇવ દ્વારા પબ્લિક ડોમેનમાં આવેલી 489 તસવીરોની સાથે ઘણા વીડિયો પણ લીક થયા છે.
ગૂગલ ડ્રાઇવ પુતિનના સિક્રેટ પેલેસના ડ્રોઈંગ રૂમ, વોશરૂમથી લઈને શાહી બેડરૂમ સુધીની તસવીરો હોવાનો દાવો કરી રહી છે.
Navalny foundation દ્વારા જારી કરવામાં આવેલી આ ખાસ તસવીરોમાં એક આઇસ રિંકની સાથે પોલ ડાન્સિંગ રૂમ પણ છે.
આ તસવીરો વિશ્વમાં વાયરલ થઈ રહી છે અને લોકો રાષ્ટ્રપતિના શોખને લઈને ચર્ચાઓ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પુતિને $1.35 અબજ ડોલર કિંમતવાળા બ્લેક સી પેલેસના માલિક હોવાનો ઇનકાર કરી દીધો હતો.
લોકોનું કહેવું છે કે આ મહેલમાં આરામથી ફરવા માટે એક દિવસ ઓછો પડશે. આ સીક્રેટ પેલેસમાં ઘણા દેશોની કલાકૃતિઓ છે જેનું ઇન્ટીરિયર દમદાર છે. જેલમાં બંધ વિપક્ષી નેતા એલેક્સી નવાલનીના એન્ટી-કરપ્શન ફાઉન્ડેશને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના કથિત સીક્રેટ પેલેસની અંદરની તસવીરો જારી કરી છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પુતિનની જિંદગી પર લખાયેલું એક પુસ્તક છપાયું હતું જેમાં તેમના સંઘર્ષ વિશે જણાવવામાં આવ્યું હતું કે સોવિયત રિપબ્લિકના વિઘટન બાદ તેમણે જીવન ચલાવવા માટે ટેક્સી ડ્રાઇવરનું કામ કરવુ પડ્યુ હતું. તેવામાં આ સમયમાં તેમની બાયોગ્રાફીથી પ્રેરિત લોકો પણ તેમના સીક્રેટ પેલેસની વાત સાંભળીને ચોંકી ગયા છે.