Women`s Day 2021: કેમ સરદાર પટેલના સેક્રેટરી તરીકે કામ કરતા રહ્યાં તેમના પુત્રી મણિબેન? જાણો સેવાભાવિ પુત્રીની કહાની

Mon, 08 Mar 2021-9:04 am,

મણિબેન પટેલનો જન્મ 3 એપ્રિલ 1903ના દિવસે કરમસદમાં થયો હતો.મણિબેન 6 વર્ષના હતા ત્યારે તેમના માતાનું અવસાન થયું હતું.જેથી કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેરી.મુંબઈની ક્વીન મેરી હાઈસ્કુલમાં કર્યો હતો.ત્યાર બાદ 1920માં તેઓ અમદાવાદ સ્થાયી થઈને ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ પૂર્ણ કર્યો..અભ્યાસ બાદ મણિબેન પટેલ પિતાના કાર્યોમાં મદદ કરવામાં જોડાયા.

 

 

Muhammad Bin Tughlaq માટે બની ખાસ ડિશ, અને આ રીતે ભારતમાં થઈ સ્વાદના સમ્રાટ સમોસાની એન્ટ્રી...

મણિબેન પટેલ કદાચ પ્રથમ એવા મહિલા હતા જેમણે સેક્રેટરી બની પિતાની સેવા કરી.મણિબેને પોતાનું જીવ સરદાર પટેલની સેવામાં અર્પણ કર્યું હતું.એમણે સરદાર જીવ્યા ત્યાં સુધી તેમના સેક્રેટરી બનીને મણિબેને સેવા કરી.તેમની તમામ જરૂરિયાતોને મણિબેન ખુબ સારી રીતે જાણતા હતા.એટલું નહીં પણ સરદાર પટેલને હૃદય રોગનો હુમલો આવ્યો ત્યારે સારવાર  આપને મણિબેને તેમનો જીવ બચાવ્યો હતા.

1923માં અંગ્રેજોએ શિક્ષાત્મક કરવેરો વસુલવાનો શરૂ કર્યું.અને જે લોકો કર ન ભરી શકે તેની મિલકતો કબજે કરવાની શરૂઆત કરી હતી.જેની સામે સરદાર પટેલ અને ગાંધીજીએ ના-કરની ચળવળ શરૂ કરી હતી.જેમાં જોડાઈને મણિબેન પટેલ ઘરે-ઘરે જઈને મહિલાઓને આ ચળવળમાં જોડી હતી.સ્ત્રીઓને ઘરથી બહાર નીકળી આગળ આવી બોરસદ સત્યાગ્રહમાં મણિબેને જોડી હતી.

 

 

Women's Day 2021: પાકિસ્તાન બોમ્બ વરસાવી રહ્યું હતું ત્યારે વિરાંગના બનીને વાયુસેનાની વહારે મેદાનમાં આવી આ ગુજરાતણો, બની રહી છે ફિલ્મ

1928માં અંગ્રેજોએ બારડોલીના ખેડૂતો પર આકરો કરવેરો નાખી અત્યારચાર ગુજારવામાં આવ્યો હતો.જેના વિરોધમાં સરદાર પટેલે બારડોલી સત્યાગ્રહ કર્યું હતું.પરંતુ તેમાં મહિલાઓ ન જોડાતા  મણિબેન પટેલ આગળ આવ્યા.અને મિઠુબેન પેટીટ અને ભક્તિબા દેસાઈ સાથે મળી મહિલાઓને સત્યાગ્રહમા જોડાવવાની પ્રેરણા આપી.મણિબહેનની મહેનતથી જ બારડોલી સત્યાગ્રહમાં પુરુષો કરતા પણ વધુ સંખ્યામાં મહિલાઓ જોડાઈ.

 

 

Taj Mahal માં બોમ્બની ખબર, જાણો શા માટે ક્યારેક લીલા કપડાંથી, ક્યારેક લાકડાંથી તો ક્યારેક ઝાડ-પાનથી તાજમહેલને છુપાવવો પડ્યો

વર્ષ 1938માં રાજકોટના રજવાડાના દિવાન દ્વારા  થતા અત્યાચારના વિરોધમાં રાજકોટ સત્યાગ્રહ કરવામાં આવ્યો.પરંતુ નાદુરસ્ત તબિયત હોવા છતાં કસ્તુરબા ગાંધી જોડાવવા આતુર હતા.જેથી મણિબેન પટેલ કસ્તુરબા ગાંધી સાથે ગયા.પરિણામે સરકારે તેમને છૂટાપાડવાનો આદશ કર્યો હતો.પરંતુ તેના વિરોધમાં અનશન પર ઉતરી કસ્તુરબાને તેમની સાથે જ રાખવા માટે સરકારને ફરજ પાડી હતી.

સરદાર પટેલની જેમ દેશસેવા માટે મણિબેને પણ કારાવાસ ભોગવવો પડ્યો હતો.ભારત છોડો ચળવળમાં જોડાઈ વર્ષે 1942થી 1945 સુધી યરવાડા જેલમાં મણિબેને કારાગૃહ ભોગવ્યો.ત્યારે બાદ વર્ષ 1950માં પિતાના અવસાન સુધી તેમની સાર સંભાળ રાખી હતી.બાદમાં મુંબઈ આવી સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટ સહિતની અન્ય સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.મણિબેન પટેલે પિતાના જીવન અને ભારતીય સ્વતંત્રતાની ચળવળને આવરી લેતું એક પુસ્તક પણ લખ્યું હતું.

 

 

આયશાનો આ અંતિમ સંવાદ સાંભળીને જલ્લાદ પણ રડી પડે...જાણો મોતના ઠીક પહેલાં આયશાના મનમાં શું ચાલતું હતું...

એક સમયે મણિબેન પટેલ ગુજરાત પ્રાંત કોંગ્રેસ કમિટીના ઉપ-પ્રમુખ હતા.બાદમાં જવાહરલાલ નેહરુની આગેવાનીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી 1952-1957 સુધી દક્ષિણ કૈરા લોકસભાના સાંસદ રહ્યા.તો બીજી વખત 1957થી 1962 સુધી આણંદથી સાસંદ રહ્યા.સાથે 1953થી 1956 સુધી ગુજરાત રાજ્ય કોંગ્રેસના સચિવ રહ્યા હતા.વર્ષ 1964 અને વર્ષ 1970માં રાજ્યસભાના સાંસદ બની પ્રતિનિધિત્વ કર્યું.

મણિબેન પટેલ અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.જેમાં સમાજની સાથે મહિલાઓને પણ શિક્ષિત કરવા માટે ખુબ મોટા કામ કર્યા હતા.ગુજરાત વિદ્યાપીઠ, વલ્લભ વિદ્યાનગર, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્ટ સાથે જોડાઈને મણિબેન પટેલ શિક્ષણક્ષેત્ર માટે સરાહનિય કામગીરી કરી બતાવી હતી.જેથી 1990માં તેમના અવસાન બાદ 2011માં સરદાર વલ્લભાઈ પટેલ ટ્રસ્ટ અને નવજીવન પ્રકાશને મળીને મણિબેનની ગુજરાતી ડાયરીને પ્રકાશીત કરી હતી.

સરદાર પટેલના અવસાન બાદ મણિબેન જવાહરલાલ નહેરુને મળવા આવ્યા હતા.ત્યારે મણિબેને નહેરુને એક ચોપડી અને  એક થેલી આપી હતી.એ થેલીમાં 35 લાખ રૂપિયા હતા અને ચોપડીમાં તે રકમનો હિસાબ હતો.અને તે ચોપડી અને રકમ સરદાર પટેલ પાસેની કોંગ્રેસની મૂડી હતી.સરદાર પટેલના અવસાન બાદ એક પણ પાઈ રાખ્યા વગર તમામ સંપત્તિ નેહરુને અર્પણ કરી હતી.સાથે આખી જીંદગી અકિંચન વ્રત પાળી, સદા ટ્રેનના ત્રીજા વર્ગના ડબામાં મુસાફરી કરનાર મણિબેને તમામ રકમ નેહરૂને સોંપી પોતે સુતરમાંથી કાંતેલા કપડા પહેરી વતનમાં સ્થાઈ થયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link