ચૈત્રિ નવરાત્રી આ પાંચ રાશિના જાતકો માટે છે ખાસ, આ કામ કરવાથી મળશે સાડા-સાતીમાંથી મુક્તિ....
ધન, મકર અને કુંભ રાશિના લોકો શનિની સાડાસાતીથી પ્રભાવિત છે. સાથે જ આ રાશિના લોકો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકો નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરી શકે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન અને તુલા રાશિના લોકો શનિની પનોતીથી પરેશાન રહે છે. જેથી માનસિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં મિથુન અને તુલા રાશિના જાતકોએ નવરાત્રિમાં દેવીની પૂજા કરવી જોઈએ.
વૃષભ, મિથુન, કન્યા, મકર, તુલા, કુંભ અને મીન રાશિના લોકો માટે પણ નવરાત્રિમાં દેવીની ઉપાસના ફાયદાકારક રહેશે.
દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિ ચારેય પુરૂષાર્થોને પ્રાપ્ત કરી શકે છે. દુર્ગા સપ્તશતીમાં કેટલાક વિશેષ મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જો તમે સતત 9 દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમે 1, 3, 5 કે 7 નંબરમાં ઉપવાસ રાખી શકો છો. આ રીતે વ્રત રાખવાથી પણ ફાયદો થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE Media તેની પુષ્ટિ કરતું નથી.)