ગરમીમાં આવી રીતે રાખો સ્વાસ્થ્યનું ધ્યાન, આ 5 ડ્રિંક્સ પીવાથી થશે ફાયદો

Tue, 05 Apr 2022-3:50 pm,

ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું  ખુબ જ જરૂરી છે. ગરમીમાં શરીરને વધારેમાં વધારે પાણી આપવાનું હોય છે. લૂથી બચવા માટે તમારે ધ્યાન રાખવું પડશે કે, તમારી બોડીમાં પાણીની કમી ન થાય. એટલા માટે જરૂરી છે કે સતત પાણી પીતા રહેવું. 

ગરમીની સિઝનમાં એમ પણ કંઈ વધારે ખાવાની ઈચ્છા નથી થતી. પણ આ ગરમીમાં તમને બિલકુલ જમવાનું ન છોડો. તમારી બોડીને હળવો અને પોષ્ટિક આહાર આપો. ઓછું ખાવ પણ ખાવ જરૂર. ખાવાથી તમારી બોડીને ગરમીમાંથી બચવા તાકાત મળશે.

સખત તડકાથી ખુબ જ હેરાન પરેશાન થઈ જવાય. આ તડકામાં તમને ટૈનિંગ થઈ શકે છે. અને તમે બિમાર પણ પડી શકો છો. ડાયરેક્ટ સનલાઈનથી બચવા માટે તમારે ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં ચહેરા પર અને હાથ-પગ પર સનસ્ક્રિન લગાવો.

ગરમીની સિઝનમાં વાસી ખાવાથી બચો. વાસી ખાવાથી તમને તાકાત નહીં મળે અને વાસી ખાવાનું તમારા પેટને પણ ખરાબ કરી શકે છે. એટલા માટે તડકામાં ફ્રેશ જ જમવું જોઈએ. 

વધારે દારૂનું સેવન કોઈપણ સિઝનમાં હાનિકારક જ હોય છે. પરંતુ ગરમીમાં વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. તડકામાં વધારે સેવન કરવાથી પરસેવો વધુ વળે છે અને વધારે પેશાબ આવવાથી ડિહાઈડ્રેટ થઈ શકો છો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link