ઘરમાં રહેલી આ વસ્તુનું કરો સેવન, બરફની જેમ ઓગળવા લાગશે તમારા શરીરની ચરબી
પેટની ચરબી ઘટાડવા માટે તમારે બદામનું સેવન કરવુ જોઈએ. જો તમે બદામને પલાળીને કે રોસ્ટ કરીને ખાવ તો તેનાથી ડબલ ફાયદો મળશે.
પેટની ચરબી ઘટાડવા માટે તરબૂચનું સેવન લાભકારક માનવામાં આવે છે. જેમાં આશરે 91 ટકા પાણી હોય છે. તેને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને ભૂખ ઓછી લાગે છે.
અલગ-અલગ દિવસે અલગ-અલગ કઠોળનું સેવન કરવાથી શરીરની ચરબી ઝડપથી ઘટે છે. તેનાથી સ્નાયુઓને મજબૂતી મળે છે અને પાચન ક્રિયા સારી રહે છે.
વજન ઘટાડવા અને પેટની ચરબી દૂર કરવા માટે અજમો ખુબ ઉપયોગી છે. તેના સેવનથી બેટની ચરબી ઝડપથી ઘટે છે. તેને પાણી સાથે પીવાથી પાચન તંત્ર સારૂ રહે છે.
એક તરફ કાકડી તરસ છીપાવવાનું કામ કરે છે તો બીજી તરફ પેટની ચરબી ઘટાડવામાં પણ મદદરૂપ છે. જો શક્ય હોય તો કાકડીને છોલ્યા વગર ખાઓ. જેના કારણે શરીરના ઝેરીલા પદાર્થો આપોઆપ સાફ થવા લાગે છે.
ટામેટાંમાં ખાસ યૌગિક હોય છે, જે લિપિડને ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી પેટની ચરબી દૂર કરવામાં મદદ મળે છે.
સફરજનમાં હાઈ લેવલ પર ડાઇટરી ફાઇબર હોય છે. તે બેલી ફેટને ઘટાડવામાં મદદરૂપ હોય છે. તેમાં પેક્ટિન તત્વ હોય છે, જે વજન ઘટાડવામાં સહાયતા કરે છે.
અનાનાસમાં પણ બ્રોમીલેન નામનું એન્જાઇમ હોય છે, જે પેટની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.