વાળમાં લગાવો લવિંગથી બનેલું હેર ટોનિક, થોડા દિવસમાં વાળ થઈ જશે લાંબા અને મજબૂત
લવિંગના તેલમાં યુજેનોલ હોય છે, તેનાથી મસાજ કરવાથી માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણ સુધરે છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. આને લગાવવાથી વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
લવિંગના તેલમાં એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે સ્કેલ્પના સંક્રમણ અને ડેન્ડ્રફને દૂર કરે છે. વાળને ખરતા રોકવા માટે સ્વસ્થ સ્કેલ્પનું હોવું ખુબ જરૂરી છે.
લવિંગમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે વાળને મજબૂત બનાવવા અને તૂટવાથી બચાવવામાં મદદ કરે છે. વાળને મજબૂત બનાવવા માટે લવિંગના તેલથી વાળમાં માલિશ કરો.
લવિંગના તેલનો એક કંડીશનરના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. તે માટે લવિંગના તેલના કેટલાક ટીપાં નારિયેલના તેલમાં મિક્સ કરી વાળમાં લગાવો, તેનાથી વાળ સોફ્ટ થઈ જશે.
વાળને લાંબા અને મજબૂત કરવા માટે સારા હેર કેર રૂટિનની જરૂર હોય છે. વાળમાં તેલની માલિશ કરવાથી તમારા વાળ વધવામાં મદદ મળે છે અને સ્કેલ્પમાં બ્લડ સર્કુલેશન પણ સારૂ થાય છે. લવિંગના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ લાંબા અને મજબૂત થાય છે.