નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યાં છે વાળ? તો તાત્કાલિક આ પાંચ વસ્તુઓથી બચો...
માંસમાંથી શરીરને જરૂરી પ્રોટીન મળે છે તેવું કહેવામાં આવે છે. પ્રોટીન શરીર માટે ફાયદાકારક છે. પરંત જો માંસનું વધારે પડતું સેવન કરવામાં આવે તો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી શકે છે અને તમારા વાળ નાની ઉંમરમાં સફેદ થઈ શકે છે.
આજકાલ નાના-મોટા પ્રસંગોને ઉજવવા માટે કેક અને પેસ્ટ્રી સામાન્ય થઈ ગઈ છે. આ કેક અને પેસ્ટ્રીમાં અલગ-અલગ રંગોનો ઉપયોગ થાય છે. જેનાથી કેક અને પેસ્ટ્રી દેખાવામાં સારી લાગે છે પરંતુ તે વાળ માટે સારી નથી.
પેકેજ્ડ ફૂડ અને જ્યુસમાં મોનોસોડિયમ હોય છે. જો તમે તેનું વધારે સેવન કરશો તો વાળ જલ્દી સફેદ થઈ જશે. જેથી આવા ખોરાકથી તો દૂર રહેવું જ સારું છે.
ફરસાણથી માંડીને સમોસા બનાવા સુધીમાં મેંદાનો લોટનો ઉપયોગ થાય છે. મેંદો તમારી પાચનશક્તિને નબળી પાડે છે. જેની સીધી અસર આપણા વાળ પર પડે છે અને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે.
ખાંડનો સ્વાદ ભલે તમને ગમે એટલો સારો લાગે પરંતુ તે સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. વધુ ગળપણથી શરીરને નુકસાન તો થાય છે જ, સાથે વાળ જલ્દી સફેદ થવા લાગે છે કારણ કે વધુ પડતી ખાંડ ખાવાથી વિટામિન-ઈની ઉણપ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસ્ખાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ચિકિત્સીય સલાહ જરૂર લો. ZEE NEWS તેની પુષ્ટિ નથી કરતું)