બોલો સાહેબ, ઠંડી ઉડાડવા માટે કઈ બ્રાન્ડ જોઈશે! ગુજરાતના આ બીચ પર ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ
ગુજરાતના લોકો મનોરંજન માટે ગોવા બીચ જવા માટે લાંબી મુસાફરી કરીને ખોટો ખર્ચ કરતાં નહિ. કારણ કે ગોવા બીચને ટકકર મારે તેવા માંડવી બીચ પર પણ હવે શોખીનો માટે માંગો એ દારૂ મળી રહે છે. માંડવીના બીચ પર ઓન ડિલીવરી દારૂ મળી રહ્યો છે. ! અહીં આવતા પ્રવાસીઓને માંગો તે બ્રાન્ડનો અંગ્રેજી દારૂ ખુલ્લેઆમ મળી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અહીં મોપેડની ડીકીમાં દારૂ ભરીને પ્રવાસીઓને પીરસવામાં આવી રહ્યું છે.
માંડવી ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની જન્મભૂમિ છે. ગુજરાતમાં દારૂ બંદી હોવા છતાં બીચ તટે આવતી લક્ઝરી બસ કે ખાનગી કાર પાર્કિંગ કર્યા બાદ પ્રવાસી ઉતરે છે. ત્યારે આ દારૂના વિક્રેતા યેનકેન પ્રકારે વાતોમાં ઉતાર્યા બાદ દારૂની વાત કહે છે. પ્રવાસીઓની બાજુમાં આવી સ્થાનિક યુવાનો કહેશે કે, ‘બોલો સાહેબ ઠંડી ઉડાડવા માટે કંઈ બ્રાન્ડ જોઇશે!’
માંડવી બીચ પર વ્હીસ્કી, વોડકા, જીનના ક્વાર્ટર રૂા. 400થી 500ના ભાવે મળી મળી રહ્યાં છે. અહીં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહેલો દારૂ કચ્છ પોલીસની આબરુના ધજાગરા ઉડાવી રહ્યાં છે.
તો બીજી તરફ, માંડવીના દરિયા કિનારે દારૂના વાયરલ વીડિયો બાદ કચ્છ પોલીસ હરકતમાં આવી હતી, અને વીડિયોમાં દેખાતા યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મોહનીશ મહેન્દ્ર ઉદાશીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ યુવક ‘દારૂ બિયર સાથે માંડવી બીચ પર દારૂ ન પીધો તો શું કર્યું’ તેવી જાહેરાત કરી રહ્યો હતો. 2 માસ અગાઉ દારૂ પીવા ગયેલ ત્યારે આ વીડિયો બનાવ્યો હોવાનું પોલીસને તેણે જણાવ્યું.