Jio GIGA TV અને JIOPhone-2 થયો લોન્ચ, RILAGM માં શું છે ખાસ? જાણો
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની સફળતા માટે રિલાયન્સ પરિવારને શ્રેય આપ્યો. પિતા ધીરૂભાઇને યાદ કરી સફળતા મંત્ર આપતાં કહ્યું કે, લાંબુ વિચારો, ઝડપી વિચારો અને દિર્ઘ દ્રષ્ટિ રાખો...
JIOPhone-2 લોન્ચ કરાયો. આ ફોનમાં હવે ફેસબુક, વોટ્સએપ અને યૂ ટ્યૂબ પણ જોઇ શકાશે. Jio Giga TV સેવા લોન્ચ કરવામાં આવી. આ સેવામાં વોયસ કમાન્ડને આધારે ચેનલ પણ બદલી શકાશે. જીયો ગીગા રાઉટર પણ લોન્ચ કરાયું. જીયો ગીગા ટીવી સેટ અપ બોક્સ પણ લોન્ચ કરાયું.
સસ્તા દરે બ્રોન્ડ કનેકશન અપાશે. ફિકસ્ડ લાઇન બ્રોન્ડ બેન્ડમાં ટોપ 5માં પહોંચવાનો ગોલ પણ વ્યક્ત કરાયો, આ ફાઇબર પ્રોજેક્ટમાં 2.5 લાખ કરોડનું રોકાણ કરાશે.
JioGigaviber સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જીયો ગીગા વાઇબર ફાઇબર બ્રોન્ડ બેન્ડ સેવા છે. આ ફાઇબરમાં 24 કલાક ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ હશે.
દેશના દરેક વિસ્તાર JIO થી જોડાશે. Jio અને રિટેલ કારોબારમાં પણ ઘણો વધારો થયો છે. એક વર્ષમાં જીયોના ગ્રાહકોમાં બમણો વધારો થયો છે. Jio દર મહિને ગ્રાહકોને 240 GB ડાટા આપશે.
કંપનીનો નફો 20.5 ટકાથી વધુ થયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી ક્ષેત્રમાં સૌથી મોટી ટેક્સ પેયર કંપની છે. JIO ભારતમાં સૌથી તેજીથી સર્વિસ આપનારૂ નેટવર્ક બન્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ માટે છેલ્લા 10 વર્ષ ઘણા શાનદાર રહ્યા, હાઇડ્રો કાર્બન કારોબાર પણ ઘણી તેજીથી આગળ વધી રહ્યો છે. રિલાયન્સ દેશનો સૌથી મોટો એક્સપોર્ટર છે.