દારૂ ન પીવા છતાં થયું છે લીવર ખરાબ? યમરાજને પણ રોકી રાખશે આ નવી ટ્રીટમેન્ટ

Tue, 17 Sep 2024-11:50 am,

LIVER DISEASE: આજકાલ લીવર ડિસીઝની ફરિયાદ ખુબ ઉઠી રહી છે. લીવરની તકલીફ દૂર કરવા માટે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, ધક્કા ખાય છે તોય મેળ નથી પડતો. એટલું જ નહીં જે દારૂ પીવે છે એને તો લીવરની તકલીફ થાય જ છે. પણ જે દારૂ નથી પીતા એને પણ થાય છે લીવરની તકલીફ. આજના સમયમાં દર ત્રીજી વ્યક્તિના શરીરમાં હોય છે લીવરની તકલીફ. ત્યારે આવી ગઈ છે એવી નવી ટ્રીટમેન્ટ. હવે ચિંતા કરવાની જરૂર નથી.

દુનિયાની દર ત્રીજી વ્યક્તિને થતી બીમારી મામલે થઈ ગઈ છે સૌથી મોટી શોધ. રિસર્ચમાં મળી ગયો છે અકસીર ઈલાજ. દારૂ ન પીવા છતાં ફેટી લીવરથી પીડાતા દર્દીઓ માટે નવી ટ્રીટમેન્ટ. હવે લીવર ડિસિઝના દર્દીઓને નહીં સહન કરવી પડે વધારે પીડા.

દારૂ ન પીતા હોય પરંતુ, ફેટી લીવરથી પીડાતા હોય તેવા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આ બીમારીને નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ (NAFLD) કહેવાય છે. નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝથી પીડાતા લોકોની સંખ્યા દુનિયામાં દિનપ્રતિદિન વધી રહી છે. હાલ વિશ્વની ૩૨ ટકા જનતાને લીવરની આવી તકલીફ છે.

સામાન્ય રીતે, આ બીમારીમાં જીવનશૈલીમાં બદલાવની સલાહ આપવામાં આવે છે. મિશિગન મેડિસિનની રિસર્ચ ટીમે તેના માટે નવી ટ્રીટમેન્ટ ડેવલપ કરી છે, જે અસરકારક છે. દવા લીવરમાં ફેટ ઘટાડવાની સાથે સોજા રોકવામાં અસરકારક સાબિત થઈ રહી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મિશિગન મેડિસિન રિસર્ચ ટીમનું તારણ એવું કહે છે.  

મિશિગન મેડિસિન રિસર્ચ ટીમે ડીટી- ૧૦૯ નામનું ગ્લાયસીન આધારિત ટ્રિપેપ્ટાઈડ વિકસાવ્યું છે. તેના ઉંદરો અને વાંદરાઓ પર પરીક્ષણ બાદ સામે આવ્યું છે કે, નવી દવા લીવરમાંથી ચરબીના જથ્થાને ઘટાડવાની સાથે સોજાને રોકવામાં અસરકારક છે. ડીટી- ૧૦૯ ફેટી એસિડ ડિગ્રેડેશન અને એન્ટીઑક્સિડન્ટને ઉત્તેજિત કરીને ફાઈબ્રોસિસની પ્રગતિને અટકાવે છે. 

નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝમાં લીવરમાં ચરબીના ભરાવ બાદ બળતરા અને સોજા જોવા મળતા હોય છે. તે જ્યારે ગંભીર રૂપ ધારણ કરે ત્યારે, નોન-આલ્કોહોલિક સ્ટીટોહેપેટાઈટિસ (NASH)માં બદલાઈ જાય છે. જે લીવર ટ્રાન્સપ્લાન્ટ શક્ય ન રહે તેટલી હદ સુધી નુકસાન પહોંચાડે છે. 

એક રિપોર્ટ મુજબ, તે વિશ્વની ૬.૫ ટકા વસ્તીને અસર કરી રહ્યું છે. NAFLD अने NASHટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને મેટાબોલિક સિન્ડ્રોમ સાથે નજીકથી જોડાયેલા છે. હાલમાં, NASHની સારવાર માટે કોઈ માન્ય દવા નથી. સ્ટડીમાં સામે આવ્યું છે કે, ડીટી-૧૦૯ લિથોકોલિક એસિડના ઉત્પાદનને અટકાવે છે જે, NAFLD સાથે જોડાયેલ ઝેરી એસિડ છે. આ નવી ટ્રીટમેન્ટના સારા પરિણામોથી દર્દીઓમાં નવી આશા જન્મી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link