Satta Bazar: ચૂંટણી પરિણામ પહેલાં સૌથી મોટો ધડાકો, ફોલાદી સટ્ટા બજારે કોને આપી કેટલી બેઠકો?
Phalodi Satta Bazar News: રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 204 માં અત્યાર સુધીનું સૌથી મોટું અનુમાન લગાવ્યું છે. રાજ્યોમાં ભાજપને મળનાર સીટોની ભવિષ્યવાણી કરી દીધી છે. ફલોદીના સટોડિયા સાચા સાબિત થશે કે ખોટા? તેની ખબર તો 4 જૂને થનાર મતગણરી બાદ પડશે.
શું છે ફલોદી? ફલોદી, રાજસ્થાનના જોધપુર જિલ્લાનું એક નાનું શહેર છે. જે મુખ્યત્વે એક નાનકડા ગામડાં સમાન જ છે. જોકે, તેને હવે જિલ્લાનો દરજ્જો અપાયો છે. ફલૌદી ચુંટણી સંબંધી સટ્ટાબજાર મુજબ કેન્દ્ર અથવા સટ્ટા બજાર તરીકે જાણીતું છે.
ક્રિકેટના સટ્ટા માટે પણ જાણીતું છે ફલોદીઃ રાજનીતિ ઉપરાંત ક્રિકેટના સટ્ટા માટે પણ ખુબ જાણીતું છે ફલોદી સટ્ટા બજાર. હાલ ભલે ઓનલાઈન એપથી ક્રિકેટની ટીમો બનતી હોય અને લોકો ગેમના નામે સટ્ટો રમતા હોય. પણ અસલી સટ્ટો તો ફલોદી પર જ રમાય છે.
આઈપીએલથી લઈને વર્લ્ડ કપ પર પણ અહીં રમાય છે સટ્ટોઃ ફલોદી તેના કદ અને સરેરાશથી ઓછો સાક્ષરતા દર હોવા છતાં, તે સૌથી મોટું ગેરકાયદે બજાર છે જ્યાં દેશભરના લોકો ચૂંટણી પરિણામો અને ક્રિકેટ મેચો પર જુગાર રમે છે. આઈપીએલથી લઈને વર્લ્ડ કપ સુધીની બધી મેચોનો સટ્ટો અહીં રમાય છે. વર્ષોથી સટ્ટા માટે જાણીતી આ જગ્યાનું પોલીસ કે પ્રશાસન પણ આજ સુધી કંઈ કરી શકી નથી.
કોંગ્રેસના રાજમાં ફલોદીને મળ્યો જિલ્લાનો દરજ્જોઃ કોંગ્રેસના રાજમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે 17 નવા જિલ્લાઓની જાહેરાત કરી હતી જેમાં ફલોદીને જોધપુરથી અલગ કરીને નવો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. ફલોદી જોધપુરથી લગભગ 125 કિમી દૂર છે. અહીં સટ્ટાબાજીની રમત દરેક ઘરમાં, ચોક અને બજારોમાં ચાલે છે. અહીં રાજ્ય, દેશ અને દુનિયામાં સરકાર બનવાથી માંડીને હવામાન અને રમતગમતની સચોટ આગાહી કરીને ભાવ નક્કી કરવામાં આવે છે અને સટ્ટાબાજીનો ખેલ ચાલે છે.
ગંદા હૈ પર ધંધા હૈ યેઃ સટ્ટાબજાર ઉપરાંત ફલોદી તેના મીઠાના ઉત્પાદન અને અતિશય તાપમાન માટે જાણીતું છે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલો આ વિસ્તાર એકદમ ગરમ વિસ્તાર માનવામાં આવે છે. અહીં રોજગાર માટે ખાસ વ્યવસ્થાઓ નથી. એજ કારણ છેકે, અહીં લોકો આખો દિવસ સટ્ટા બજારમાં વ્યસ્ત રહે છે. તેથી જ અહીંના લોકોએ સટ્ટાને જ પોતાનો વ્યવસાય બનાવી લીધો છે.
ફલોદીમાં વરસાદ પણ પણ રમાય છે સટ્ટોઃ માત્ર રાજનીતિ કે ક્રિકેટ પર નો સટ્ટો જ અહીં રમાય છે એવું નથી. અહીં તો ક્યાં, ક્યારે કેટલો વરસાદ પડશે, વરસાદ થશે કે નહીં થાય તેના પર હવામાનની આગાહી પર પણ સટ્ટો રમાડવામાં આવે છે.
ફલોદીના સટ્ટાનું મૂલ્યાંકન સચોટ હોવાનો કરાય છે દાવોઃ નોંધનીય છે કે ફલોદી અને બિકાનેરના બુકીઓ માત્ર દેશની જ નહીં પરંતુ વિશ્વની રાજનીતિ, રમતગમતની પ્રવૃત્તિઓ અને વરસાદ જેવી આગાહીઓ પર નજર રાખે છે. અહીં આવી બાબતો પર સટ્ટાબાજી થાય છે. એવું માનવામાં આવે છે કે અહીંનું મૂલ્યાંકન એકદમ સચોટ છે. આ કારણોસર, ફલોદીનું સટ્ટા બજાર દેશ અને દુનિયામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
સટ્ટાબાજીના બજારની અગાઉની આગાહીઓ કેટલી સચોટ છે? મે મહિનામાં કર્ણાટક માટે ફલોદી સટોડિયાઓએ કરેલી આગાહી સાચી પડી. કોંગ્રેસની સરકાર બની. કોંગ્રેસને 135 બેઠકો મળી હતી જ્યારે અંદાજ 137 બેઠકો હતો. ભાજપને 55 બેઠકો મળવાની ધારણા હતી અને તેને 66 બેઠકો મળી હતી. ફલોદીના સટોડિયાની ગુજરાતમાં ભાજપ સરકારની આગાહી પણ સાચી નીકળી.
ફલોદી બજારમાં કોને મળે છે કેટલી બેઠકો? હાલમાં, ભાજપને 303 બેઠકો મળવા પર દાવ લગાવવામાં આવી રહ્યો છે – જે તેના 2019ના આંકડા સમાન છે – અગાઉ અનુમાનિત 330-335 બેઠકોથી. એનડીએને 340-350 બેઠકો મળવાની ધારણા છે – જે બે તૃતીયાંશ બહુમતીથી ઓછી છે. કોંગ્રેસ પાર્ટીને લગભગ 50-51 બેઠકો મળવાની ધારણા ફલોદી સટ્ટાબજારે આપી છે. આ ફેરફારને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની અંદર અન્ય પક્ષો દ્વારા ખેંચતાણ, ગરમી, ઓછા મતદાન અને અમુક અંશે ચૂંટણી બોન્ડ પર બબાલને અભારી હોઈ શકે છે.
ફલોદી સટ્ટાબજારમાં શું ચાલે છે ભાજપનો ભાવ? હાલમાં, સટ્ટા માર્કેટ 300-303 બેઠકો મેળવનાર ભાજપ માટે 1:1નો દર ઓફર કરી રહ્યું છે, એટલે કે રૂ 1ની દાવથી રૂ1નો નફો થશે. જો કે, 320 બેઠકો માટે, દર 2.25 છે, જે વધારે જોખમ સૂચવે છે. આથી, 320 બેઠકો પર રૂ100ની સટ્ટાથી રૂ 225નો નફો થશે. સૂત્રો સૂચવે છે કે પ્રમાણભૂત દર કરતાં નોંધપાત્ર રીતે ઊંચો અથવા ઓછો મુકવામાં આવેલ સટ્ટો આ ચૂંટણી સટ્ટામાં ઓછા લોકપ્રિય છે.
ફલોદી સટ્ટાબજારમાં શું ચાલે છે કોંગ્રેસનો ભાવ? કોંગ્રેસ માટે, 50-51 બેઠકો માટે દર 1:1 છે, પરંતુ 60-61 બેઠકો માટે 1:3 છે. આ વખતે ભાજપની ધીમી પ્રગતિ પાછળ બે મુખ્ય પરિબળો કારણભૂત છે. પ્રથમ, 190 બેઠકો માટે મતદાનના પ્રથમ બે રાઉન્ડમાં મતદાન અપેક્ષા કરતા ઓછું રહ્યું છે. ચૂંટણી પંચે મંગળવારે મોડી રાત્રે 61-62%ના પ્રારંભિક મતદાનમાં નોંધપાત્ર સુધારો કર્યો હોવા છતાં, અસર ઓછી રહી છે.
આ વખતે લોકસભા ચૂંટણીમાં શું છે ફલોદી સટ્ટાબજારનું અનુમાન? ફલોદી સટ્ટા બજાર ભાજપ 345 થી વધુ સીટો મળવાનું અનુમાન લગાવ્યું હતું, જે હવે 300 પણ પાર કરી રહ્યું નથી. તો બીજી તરફ પહેલાં કોંગ્રેસને 40-45 સીટો આપી રહ્યા હતા, જે હવે 64 સુધી પહોંચી ગઇ. એવામાં સાત તબક્કાનું મતદાન સમાપ્ત થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. અહેવાલો મુજબ તેણે ભાજપની આગેવાની હેઠળના એનડીએને બેઠકો મળવાનું અનુમાન ઘટાડયું છે.
ફલોદી સટ્ટા બજાર: ભાજપને ક્યાં કેટલી સીટોનું અનુમાન? ગુજરાતમાં ભાજપને 26-26 બેઠકો મધ્યપ્રદેશમાં ભાજપને 27-28 બેઠકો રાજસ્થાનમાં ભાજપને 18-20 બેઠકો છત્તીસગઢમાં ભાજપને 10-11 બેઠકો ઉત્તરાખંડમાં ભાજપને 5 બેઠકો દિલ્હીમાં ભાજપને 6-7 બેઠકો હરિયાણામાં ભાજપને 5-6 બેઠકો ઉત્તર પ્રદેશમાં ભાજપને 64- 65 બેઠકો ઝારખંડમાં ભાજપને 10-11 બેઠકો તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો ઓડિશામાં ભાજપને 11-12 બેઠકો પંજાબમાં ભાજપને 2-3 બેઠકો તેલંગાણામાં ભાજપને 5-6 બેઠકો હિમાચલ પ્રદેશમાં ભાજપને 4 બેઠકો પશ્ચિમ બંગાળમાં ભાજપને 20-22 બેઠકો
ફલોદીનો સટ્ટો સાચો પડશે તો પીએમ મોદીનું અબકી બાર 400 પારનું અભિયાન અટકી જશે. કારણકે, ફલોદીએ જે પ્રકારનું અનુમાન આપ્યું છે એમાં ભાજપ કે એનડીએ ગઠબંધનનો કોઈ રીતે 400 પારનો ટાર્ગેટ પુરો થતો દેખાતો નથી. જોકે, જીતના આંકડામાં પહેલાંથી જ ભાજપ ફેવરીટ ગણાય છે. એનડીએ નહીં પણ ભાજપ એકલા હાથે આ ચૂંટણી જીતશે એવું પણ દર્શાવે છે.
સટ્ટા બજારના એક સ્ત્રોતે ઉલ્લેખ કર્યો છે કે એનડીએ માટે બે-તૃતીયાંશથી ઓછી બહુમતી પણ અન્ય બજારો પર અસર કરી શકે છે, જેમ કે ઇક્વિટી માર્કેટ, કારણ કે તે ભાજપની આગેવાની હેઠળની સરકાર દ્વારા પ્રસ્તાવિત કેટલાક મોટા સુધારાઓને અસર કરી શકે છે.