Love Story: શું ટીમ ઇન્ડિયાના આ વિસ્ફોટક બેટ્સમેનની લવ સ્ટોરીનો આવ્યો અંત! ગર્લફ્રેન્ડે કર્યો અનફોલો
સમાચારોનું માનીએ તો વર્ષ 2020 માં બંને વચ્ચે અફેરના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. પ્રાચી સિંહ અને પૃથ્વી શો સતત એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ દ્વારા તેમની નજીકતાનો અંદાજ લગાવવામાં આવી શકતો હતો, પરંતુ હવે બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા છે.
પ્રાચી સિંહ ઇન્સ્ટાગ્રામ પર 200 લોકોને ફોલો કરે છે. આ લિસ્ટમાં પૃથ્વી શો હતો. પૃથ્વી શો પણ 245 લોકોને ફોલો કરે છે. ત્યારબાદ એવુ માનવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. આ બંને હંમેશા એકબીજાની પોસ્ટને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા હતા.
પ્રાચી સિંહનો જન્મ 22 જુલાઈ 1995 ના મુંબઇમાં થયો હતો. પ્રાચી ખુબ જ સુંદર છે અને તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. પ્રાચીએ વર્ષ 2019 માં એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો હતો. તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે.
પૃથ્વી શોની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કહેવાતી પ્રાચી સિંહે મુંબઇ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. પ્રાચી સિંહ એક સારી એક્ટ્રેસની સાથે સાથે તે સારી ડાન્સર પણ છે.
આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા પૃથ્વી શોને જેવી તેની ટીમ દિલ્હી કેપિટલ્સે રિટન કર્યો ત્યારે તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ કહેવાતી પ્રાચીએ સોશિયલ મીડિયા પર તેને શુભેચ્છા પાઠવી હતી. સોશિયલ મીડિયા પર પહેલા પણ પ્રાચી સિંહ પૃથ્વી શોને શુભેચ્છા પાઠવી ચૂકી છે.