ઘરમાં સુતો હતો પરિવાર, શોર્ટ સર્કિટથી 5 જિંદગી આગમાં હોમાઇ
)
સીએમ યોગીએ ઇન્દિરા નગરની ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા સંપૂર્ણ ઘટના પર લખનઉ મંડળ કમિશનરને તાપસ કરવાના આદેશ આપ્યા છે. સાત દિવસમાં સંપૂર્ણ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
)
ઇન્દિરાનગરના થાના પ્રભારી અમરનાથ વિશ્વકર્માએ કહ્યું કે, ઇન્દિરાનગરની માયાવતી કોલોની પાસે રામ વિહાર ફેઝ-2માં એક ઘરમાં બનાવવામાં આવેલા ગેસ સ્ટોવના વેરહાઉસમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં એક બાળક સહિત લોકોના મોત થયા છે.
)
તેમણે જમાવ્યું કે, કોલોનીમાં ટીએન સિંહ તેમના પરિવારની સાથે રહેતા હતા. તેમના ઘરમાં રાતના લગભગ દોઢ વાગે શોટ સર્કિટથી આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, પાંચે લોકોના મોટ શ્વાસ ઘૂંટાવાથી થયું છે.
તેમણે જણાવ્યું કે, ટીએન સિંહ મૂળરૂપથી પ્રતાપગઢની પટ્ટીનો રહેવાસી છે. તેમના ગેસ સ્ટોવના પુરવઠોનું કામ છે. તેમણે અહીં આખા મકાનને ગોડાઉન બનાવી રાખ્યું હતું. મૃતકોની ઓળખ, સુમિત સિંહ, સુમિતની પત્ની જૂલી સિંહ તેમની છ મહિનાની પુત્રી બેબી, ડબ્લૂ સિંહ અને વંદના સિંહ તરીકે થઇ છે.