Mahabharat Facts: ખૂબ જ પ્રચલિત છે કૌરવોના જન્મની કથા, તેમને ગણવામાં આવે છે First Test Tube Baby

Wed, 16 Jun 2021-10:24 pm,

તમે ટીવી પર આવનાર મહાભારત (Mahabharat Serial) જોઇ હશે એટલે કે મહાભારત સાથે સંકળાયેલી કહાનીઓ (Mahabharat Story) સાંભળી હશે. કહેવામાં આવે છે કે પાંડવ (Pandavas Mother) પાંચ હતા, જે કુંતીના પુત્ર હતા. તો બીજી તરફ કૌરવ 100 ભાઇ હતા, જે ગાંધારી (Kauravas Mother) અને ધૃતરાષ્ટ્રના પુત્ર હતા. આ તો બધા જાણે છે કે પાંડવ અને કૌરવો વચ્ચે જે લડાઇ થઇ હતી, તેને જ મહાભારત  (Mahabharat Facts) નું નામ આપવામાં આવ્યું હતું. મહાભારત સથે જોડાયેલી એવી ઘણી કહાનીઓ છે, જે આશ્વર્યચકિત કરી દે છે અને તે કહાનીમાંથી એક છે,કૌરવોના જન્મની કહાની (Kaurav Birth Story). સામાન્ય વ્યક્તિ આ જાણીને આશ્વર્યચકિત થઇ જાય છે કે આખરે ગાંધારી 100 પુત્રોને કેવી રીતે જન્મ આપી શકે. 

કૌરવ ધૃતરાષ્ટ્ર (Dhritrashtra) અને ગાંધારી (Gandhari- Kauravas Mother) ના પુત્ર હતા. આ બંનેની દુશાલા (Dushala) નામની એક પુત્રી પણ હતી. તો બીજી તરફ સૌથી મોટા કૌરવનું નામ હતું દુર્યોધન (Duryodhan), જે મહાભરત (Mahabharat Facts) ના સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંથી એક હતો. કૌરવોને મહાભારતમાં પાંડવો (Pandavas) ની સેના સાથે યુદ્ધ કર્યું હતું અને હારનો સામનો પણ કર્યો હતો. જોકે કહેવામાં આવે છે કે ધૃતરાષ્ટ્રના પોતાની દાસી સાથે સંબંધના લીધે વધુ એક પુત્ર થયો હતો, જેનું નામ 'યુતુત્સુ' (Yututsu Mahabharat) કહેવામાં આવે છે. 

પ્રચલિત કહાનીઓ (Indian Mythologies) ના આધાર પર ફરી એકવાર ગાંધારી (Gandhari) ની સેવાથી ખુશ થઇને ઋષિ વ્યાસ (Rishi Vyas) એ ગાંધારીને એક વરદાન આપ્યું હતું. કહેવામાં આવે છે કે ઋષિ વ્યાસે જ ગાંધારીને 100 પુત્રોની માતાના આર્શિવાદ આપ્યા હતા. ત્યારબાદ ગાંધારી ગર્ભવર્તી થઇ અને 9 મહિનાના બદલે બે વર્ષ સુધી ગર્ભવતી રહી. પછી તેમણે એક માંસના ટુકડાને જન્મ આપ્યો એટલે ગાંધારીને એક પણ સંતાન ન થયું. ત્યારબાદ ઋષિ વ્યાસે આ માંસના ટુકડાને 101 ભાગમાં વિભાજિત કર્યા અને અલગ અલગ ઘડામાં મુકી દીધા. 

101 ઘડામાં રાખવામાં આવેલા માંસના ટુકડાઓથી બાળકોનો વિકાસ થયો અને ધીમે ધીમે તમામ ઘડામાંથી જે બાળકો નિકળ્યા, તેમને જ કૌરવ  (First Test Tube Baby) કહેવામાં આવે છે. 101 ઘડામાંથી 100 તો કૌરવ ભાઇ (Kaurav Birth Story) નિકળ્યા, જ્યારે એક ઘડામાંથી દુશાળા (Dushala) એ જન્મ લીધો હતો. જે 100 કૌરવોની એકમાત્ર બહેન હતી. આ પ્રકારે 100 કૌરવોનો જન્મ થયો હતો. તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે જન્મની આ કહાની સૌથી વધુ પ્રચલિત છે. 

કૌરવોની મોત (Kauravas Death Story) નું કારણ ગાંધારી દ્વારા કરવામાં આવેલા એક કામ ગણવામાં આવે છે. પૌરાણિક કથાકાર દેવદત્ત પટનાયક (Devdutt Pattanaik) ના પુસ્તક 'મિથક'માં પણ આ વાતનો ઉલ્લેખ છે. તેમણે લખ્યું કે કોઇ જન્મમાં ગાંધારીએ 100 કાચબાને મારી દીધા હતા. ત્યારબાદ આગામી જન્મમાં તેમને 100 પુત્રોના મોત થયા હતા. તેને એક શ્રાપ સમાન ગણવામાં આવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link