Mahashivratri 2021: બની રહ્યાં છે કેટલાંક વિશેષ સંયોગ, શુભ મુહૂર્તમાં આવી રીતે કરો પૂજા, ઉપવાસના જાણો ખાસ નિયમ

Thu, 11 Mar 2021-12:41 pm,

મહાશિવરાત્રિ તિથિ - 11 માર્ચ 2021, ગુરૂવાર ચતુર્થદશી તિથિનો પ્રારંભ - 11 માર્ચ 2021 બપોરે 2.39 વાગ્યે ચતુર્થદશી તિથિ પૂર્ણ - 12 માર્ચ 2021 બપોરે 3.02 વાગ્યે પૂજાનો સૌથી શુભ સમય - રાત્રે 12:06થી 12: 54 વાગ્યે છે આ 48 મિનિટનો સમય શુભ છે મહાશિવરાત્રિ પરાણ સમય - 12 માર્ચે સવારે 6:34 વાગ્યે બપોરે 3:02 વાગ્યા સુધી છે  

પૂજાનો પ્રથમ સમય - 11 માર્ચ સાજે 06:27થી રાત્રે 09:28 વાગ્યે સુધી પૂજાનો બીજો સમય - 11 માર્ચે રાત્રે 09:28થી 12:30 સુધી પૂજાનો ત્રીજો સમય - 12 માર્ચે રાત્રે 12:30થી રાત્રે 03:32 સુધી પૂજાનો ચોથો સમય - 12 માર્ચે રાત્રે 03:32થી સવારે 06:34 સુધી

હિન્દુ ધર્મની માન્યતા મુજબ, મહાશિવરાત્રિના દિવસે જ શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આ દિવસને શિવ અને શક્તિના મિલનના પ્રતિક સમાન માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની સાથે પાર્વતીની પણ પૂજા વિધિ કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ માટે ઉપવાસ કરવાવાળાઓને સૌભાગ્ય,સમૃદ્ધિ અને સંતાનની પ્રાપ્તી થાય છે. આ ઉપવાસ ખૂબ કલ્યાણકારી છે. આ ઉપવાસ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય તેટલું ફળ પ્રાપ્ત થાય છે. પૈરાણી ગ્રંથો મુજબ ભગવાન શિવે જ ધરતી પર સૌપ્રથમ જીવનનો પ્રચાર-પ્રસાર કર્યો હતો આ માટે જ ભગવાન શિવને આદીદેવ પણ કહેવામાં આવે છે.

 

- સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરીને ભોલેનાથનું ધ્યાન ધરવું અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો. - શિવલિંગ પર દૂધ અને જળથી અભિષેક કરવો, બિલીપત્ર, ધતુરા, ફળ અર્પણ કરો. - શિવલિંગ પર ક્યારેય કદંબ, કેવડા અને કેતકીના ફુલ ન ચડાવવા જોઈએ. - શિવલિંગ પર બિલીપત્ર ચડાવતી વખતે ધ્યાન રાખવું કે તેના ત્રણ પત્તા હોય અને તે ક્યાંયથી પણ કપાયેલા કે તૂટેલા ના હોવા જોઈએ. - બિલીપત્રનો ચિકણો ભાગ શિવલિંગને સ્પર્શ કરે તેવી રીતે શિવલિંગ પર બિલીપત્ર મુકવું જોઈએ. - બિલીપત્ર ચડાવ્યા બાદ શિવલિંગ પર જળ પણ જરૂર અર્પણ કરો. - શિવલિંગ પર શંખથી જળ અર્પણ ના કરવું જોઈએ અને શિવલિંગ પર હળદળ, કંકુ ના ચડાવવું જોઈએ. શિવલિંગ પર માત્ર ચંદન ચડાવવું જોઈએ - શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ અને આ સાથે મહામૃત્યુંજય મંત્ર તથા શિવ મંત્ર ॐ નમ: શિવાયનો જાપ કરવો જોઈએ.

1) મહાશિવરાત્રિનો ઉપવાસ રાખી રહ્યા હોવ તો આખો દિવસ ફળ પર જ રહેવું અનાજ અને મીઠું ન ખાવું જોઈએ. 2) જો શારિરિક સમસ્યાના કારણે મીઠું ખાવું જરૂરી હોય તો ઉપવાસમાં વપરાતા સિંધવ મીઠાનો ઉપયોગ કરો. 3) શિવજીને સફેદ રંગના મિષ્ઠાનોનો ભોગ લગાવવો જોઈએ. ખાટ્ટા ફળોનો ભોગ ના લગાવવો જોઈએ. 4) ઉપવાસ કરવાવાળા વ્યક્તિઓએ આ દિવસે જાગરણ કરવાનું હોય છે. મહાશિવરાત્રિના દિવસે જાગ્રણ કરવાનું વિશેષ મહત્વ છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link