Mahila Naga Sadhu: મહિલા નાગા સાધુઓએ જીવતા જીવ દિલ પર પથ્થર રાખી કરવું પડે છે આ કામ, જાણો તેમની રહસ્યમયી દુનિયા વિશે

Thu, 28 Nov 2024-7:03 pm,

તમે પુરૂષ નાગા સાધુ વિશે તો સાંભળ્યું હશે પરંતુ તમે ભાગ્યેજ જાણતા હશો કે મહિલા નાગા સાધુ પણ હોય છે. પુરૂષ નાગા સાધુઓની જેમ મહિલા નાગા સાધુ પોતાના જીવનને સંપૂર્ણ રીતે ઈશ્વરની ભક્તિ અને સાધનામાં સમર્પિત કરી દે છે. તેમનું જીવન કઠીન હોય છે, જેમાં દરરોજ અનુશાસન, તપ અને પૂજા-પાઠ સામેલ હોય છે. તે સાધારણ મહિલાઓથી અલગ જીવન જુવે છે અને દરેક ક્ષણ ભક્તિમાં લીન રહે છે. તેવામાં આજે અમે તમને મહિલા નાગા સાધુઓ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ તથ્યો જણાવીશું.

મહિલા નાગા સાધુ બનવા માટે લાંબી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૌથી હેલા મહિલાઓએ 6થી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. આ દરમિયાન તે સાંસારિક ઈચ્છાઓ અને મોહ-માયાથી ખુદને દૂર રાખે છે. તેણે પોતાના તમામ સામાજિક સંબંધો તોડીને ખુદને ઈશ્વરને સમર્પિત કરવા પડે છે. જો તે આ કઠોર અનુશાસનનું પાલન કરી લે તો તેના ગુરૂ તેને નાગા સાધુ બનવાની મંજૂરી આપે છે.  

નાગા સાધુ બનતા પહેલા મહિલાઓએ મુંડન કરાવવું પડે છે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વનું હોય છે પિંડદાન કરવું. મહિલા નાગા સાધુ બનવા માટે તેણે જીવતા જીવ પોતાનું પિંડદાન કરવું પડે છે. પિંડદાનનો મતલબ છે કે મહિલા પોતાની જૂની ઓળખ અને જીવનથી મુક્ત થઈ જાય છે. આ તે પ્રક્રિયા છે જે મૃત્યુ બાદ કરવામાં આવે છે. ત્યારબાદ મહિલા સાધુ તે માની લે છે કે હવે તે એક નવી આધ્યાત્મિક યાત્રા પર છે અને તેનું જીવન ઈશ્વરને સમર્પિત છે.

આમ તો પુરૂષ નાગા સાધુ સંપૂર્ણ રીતે નગ્ન રહે છે, પરંતુ મહિલા નાગા સાધુઓને ભગવા વસ્ત્ર પહેરવાની મંજૂરી હોય છે. મહત્વનું છે કે આ કપડા સિવેલા ન હોવા જોઈએ. તે પોતાના માથા પર તિલક લગાવે છે અને શરીર પર ભસ્મ લાગેલી હોય છે. મહિલા નાગા સાધુ ખુબ ઓછા જોવા મળે છે. તેને કુંભ મેળામાં જોઈ શકાય છે. ત્યાં તે પુરૂષ નાગા સાધુઓની પાછળ ચાલે છે અને શાહી સ્નાન કરે છે. પરંતુ તેમના સ્નાનની જગ્યા પુરૂષોથી અલગ હોય છે. મહત્વનું છે કે મહિલા નાગા સાધુ ખુબ સાધારણ જીવન જીવે છે. તે જમીન પર સૂવે છે, સાધારણ ભોજન બનાવે છે અને કોઈપણ પ્રકારની સુખ-સુવિધાથી દૂર રહે છે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link