ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ ના કરો આ 5 ચીજોનું દાન, રીસાઈ જશે સૂર્ય દેવ, મળશે ખરાબ પરિણામ
આમ તો મકરસંક્રાંતિના દિવસે કાળા તલનું દાન કરવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા રંગના કપડાનું દાન કરવું જોઈએ નહીં. જોકે, સનાતન ધર્મમાં કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે આ રંગના કપડાનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મકરસંક્રાંતિના દિવસે ભૂલથી પણ તેલનું દાન કરવું જોઈએ નહીં. આ દિવસે તેલનું દાન કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે તેલનું દાન કરવાથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ થઈ શકે છે. તેના સિવાય કર્મો પર ખરાબ અસર પડે છે. એવામાં મકરસંક્રાંતના દિવસે તેલનું દાન કરવાથી બચવું જોઈએ.
મકરસંક્રાંતિના દિવસે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવું જોઈએ નહીં. શાસ્ત્રીય પરંપરા અનુસાર મકરસંક્રાંતિના અવસર પર કાતર, ચાકુ જેવા ધારદાર વસ્તુઓનું દાન કરવું જોઈએ. કહેવામાં આવે છે કે તીક્ષ્ણ હથિયારનું દાન કરવાથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે.
ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે ચોખા અને સફેદ વસ્ત્રનું દાન અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વસ્ત્ર અને અનાજ ચંદ્રમા સાથે જોડાયેલા હોય છે, જે સૂર્યની ઉર્જાની સાથે સામંજસ્ય રાખતા નથી.
મકરસંક્રાંતિ પર જૂના. ફાટેલા કપડા, ખરાબ સામાન અને અનુપયોગી ચીજોનું દાન કરવાથી બચવું જોઈએ. દાનમાં હંમેશાં નવી, ઉપયોગી અને સ્વસ્થ વસ્તુઓ આપો. અશુદ્ધ કે ઉપયોગ કરેલી ચીજો દાન કરવાથી પુણ્યના બદલે અશુભ પ્રભાવ પડી શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)