70 કલાક બાદ મંગળ બનાવશે શક્તિશાળી યોગ, 3 રાશિવાળા માટે ઈચ્છાપૂર્તિનો સમય, ધન-સંપત્તિ વધશે, બિઝનેસમાં અપાર સફળતા મળશે!
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ 13 જાન્યુઆરીના રોજ સવારે 1.37 વાગે મંગળ અને વરુણ એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે જેનાથી નવપંચમ રાજયોગ બનશે. આ રાજયોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિના જાતકોને લાભ મળશે જ્યારે કેટલાકે સંભાળીને રહેવાની જરૂર છે. જ્યોતિષ શાસ્ત્રમાં વરુણ ગ્રહને નેપ્ચ્યુન ગ્રહ પણ કહે છે. તે ખુબ ધીમી ગતિથી ચાલે છે અને કેતુ ગ્રહની જેમાં 12 રાશિઓના જીવન પર તેનો પ્રભાવ પડે છે. આવામાં જો તમારી કુંડળીમાં શુભ સ્થિતિમાં હોય તો ભાગ્ય પલટી શકે છે. વરુણ એક રાશિમાં લગભગ 14 વર્ષ સુધી રહે છે. હાલ વરુણ મીન રાશિમાં હશે. જાણો લકી રાશિઓ વિશે.
મંગળ અને વરુણ દ્વારા બનનારો નવપંચમ રાજયોગ કર્ક રાશિના જાતકો માટે લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. જેનાથી તમે દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ રહેશે. આ સાથે જ ધાર્મિક કાર્યોમાં આગળ પડીને ભાગ લેશો. સમાજમાં માન સન્માન વધશે. નોકરી બદલવાનું વિચારતા હોવ તો લાભકારી રહી શકે છે.
કન્યા રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના જાતકોની અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. કોર્ટ કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. સંચાર કૌશલ સારું રહેશે. કરિયરની વાત કરીએ તો આકરી મહેનતનું ફળ મળી શકે છે. પૈતૃક સંપત્તિ કે પછી સટ્ટાબાજી દ્વારા ખુબ પૈસા કમાઈ શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પૂરતા પ્રમાણમાં ધન કમાઈ શકો છો. લવ લાઈફ સારી રહેશે. દિલ ખોલીને તમે પાર્ટનર સાથે વાત કરી શકો છો.
તુલા રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ ખુશીઓ લઈને આવશે. આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. પૈસાની સ્થિતિ સારી રહેશે. કામના સિલસિલામાં મુસાફરી કરવી પડી શકે છે. પરંતુ તેનાથી તમને ખુબ લાભ થઈ શકે છે. નોકરીમાં નવી તકો મળી શકે છે. બિઝનેસની વાત કરીએ તો પાર્ટનરશીપમાં કરાયેલા બિઝનેસથી ખુબ લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.