37 દિવસ સુધી આ 5 રાશિના લોકોને મૌજ કરાવશે મંગળ, આપશે અઢળક ધન-સંપત્તિ

Wed, 24 Apr 2024-11:32 am,

Mars Transit 2024 April: મંગળ ગ્રહ 23 એપ્રિલના રોજ પોતાની મિત્ર રાશિ મીનમાં પ્રવેશ કરી રહ્યો છે. મીન રાશિના સ્વામી ગુરૂ ગ્રહ અને મંગળ-ગુરૂ મિત્ર છે. આ વખતે મંગળ ગોચર એટલા માટે પણ ખાસ છે કારણ કે મંગળનું રાશિ પર્વતન 23 એપ્રિલ મંગળવાર હનુમાન જયંતિના દિવસે થઇ રહ્યું છે. મંગળ ગ્રહને મજબૂત કરવા માટે મંગળવારે હનુમાનજીની આરાધના કરવામાં આવે છે. એવામાં આ ત્રણે સંયોગ એક જ દિવસે બની રહ્યા છે. ભૂમિ-ભવ, સાહસ-પરાક્રમ અને વિવાહના કાર્ક ગ્રહ મંગળ ગોચરનો પ્રભાવ આમ તો તમામ રાશિઓ પર થશે પરંતુ 5 રાશિવાળા માટે એપ્રિલમાં થઇ રહેલું મંગળ ગોચર એકદમ શુભ છે. મંગળ 1 જૂન 2024 સુધી એટલે કે 37 દિવસ મીન રાશિમાં રહેશે અને આ રાશિવાળાને ખૂબ ફાયદો થશે.  

વૃષભ રાશિના લોકો માટે આ મંગળ ગોચર ખૂબ જ શુભ રહેશે. આ લોકોની આવકમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સાથે જ કોઈ મોટી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે. આધ્યાત્મિકતામાં રસ વધશે. તમે તમારા અધિકાર માટે અવાજ ઉઠાવશો. વેપારી વર્ગ માટે આ સમય ઘણો લાભ લાવશે.

મિથુન રાશિના જાતકો માટે મંગળનું ગોચર કરિયરમાં લાભ આપશે. તમારા પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સંતાન તરફથી તમને ખુશી મળી શકે છે. વેપારી લોકોનો સોદો ફાઈનલ થઈ શકે છે. તમને તમારા પિતા તરફથી સારા સમાચાર મળી શકે છે. આ દિવસો તમારા માટે ઘણા અગત્યના છે. 

કન્યા રાશિના જાતકોને મંગળનું ગોચર જીવનસાથીની દ્રષ્ટિએ ઘણો લાભ આપશે. તમને વૈવાહિક સુખ મળશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પારિવારિક સંપત્તિથી લાભ થશે. તમે ખંતથી કામ કરશો અને પરિણામ પણ મળશે.

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિના લોકો પર વિશેષ આશીર્વાદ વરસાવશે. આ લોકોને તેમની મહેનતનું ફળ મળશે. જ્ઞાન મેળવવા માટે સમય સારો છે. તેમજ કરિયરને સારી દિશા મળશે. આર્થિક લાભ થશે. બુદ્ધિ અને વિવેકના આધારે મોટા કાર્યો પૂરા થશે.

કુંભ રાશિના જાતકોને મંગળનું ગોચર સાસરી પક્ષ તરફથી ઘણો ફાયદો કરાવી શકે છે. તમારા ભાઈ પ્રત્યે તમારો પ્રેમ વધશે. પરિવારના અન્ય સભ્યો સાથેના સંબંધોમાં પણ સુધારો થશે. ઘરમાં સંપત્તિમાં વધારો થશે. તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. સ્વભાવમાં નમ્રતા જાળવી રાખો.

(Disclaimer:  અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link