12 વર્ષ બાદ ગ્રહોના સેનાપતિ અને દેવગુરુનો એક જ રાશિમાં મહાસંયોગ, 3 રાશિવાળાના ઘરમાં ધનના ઢગલા થશે! કરિયરમાં પ્રગતિ થશે
Mangal Guru Ki Yuti: વૈદિક જ્યોતિષ મુજબ દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં ગોચ કરી રહ્યા છે અને ગ્રહોના સેનાપતિ મંગળ જુલાઈની શરૂઆતમાં મેષ રાશિમાંથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે વૃષભ રાશિમાં મંગળ અને ગુરુ ગ્રહની યુતિ બનશે. આ યુતિ થવાથી કેટલીક રાશિવાળા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ સાથે જ ધન સંપત્તિમાં બંપર વધારો થઈ શકે છે. જાણો કોણ છે તે ભાગ્યશાળી રાશિઓ...
મેષ રાશિ: મેષ રાશિવાળા માટે મંગળ અને ગુરુની યુતિ લાભકારી સાબિત થઈ શકે છે. આ યુતિ તમારી રાશિથી ધન અને વાણીના ભાવ પર બનવા જઈ રહી છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે.
મેષ રાશિ: આ સાથે જ તમારા માન સન્માનમાં વધારો થશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મેળ મિલાપ વધશે અને તેનો સીધો ફાયદો તમને કરિયરમાં થશે. આ દરમિયાન વેપારીઓને અટવાયેલું ધન પાછું મળશે. આ સમયગાળામાં તમારી વાણીમાં પ્રભાવ વધશે. જેનાથી લોકો પ્રભાવિત થશે.
મકર રાશિ: ગુરુ અને મંગળની યુતિથી મકર રાશિવાળાને ફાયદો થઈ શકે છે. આ સંયોગ તમારી ગોચર કુંડળીના પંચમ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. તમારા બાળકોને જોબ મળી શકે છે કે વિવાહ નક્કી થઈ શકે છે.
મકર રાશિ: આ સમય દરમિયાન તમને આવકમાં વધારો જોવા મળશે. આ સાથે જ નોકરીયાતોને કરિયરમાં સારો લાભ થશે. પગારમાં વધારાની અનેક તકો ઊભી થશે. આ ઉપરાંત જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક હશે તેમને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે.
કુંભ રાશિ: તમારા માટે ગુરુ અને મંગળનો સંયોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી રાશિના ચતુર્થ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ સમયમાં તમારી આવક અને સુખ સુવિધાઓમાં વધારો થશે. આ સાથે જ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો.
કુંભ રાશિ: આ સમય દરમિયાન તમને નોકરી અને વેપારમાં સારી એવી પ્રગતિ થઈ શકે છે. આ યોગની દ્રષ્ટિ તમારા કર્મ ભાવ પર પડી રહી છે. જ્યારે આ સમયે એવા લોકોને વિશેષ લાભ થઈ શકે છે જે લોકોનો વેપાર પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ અને જમીન સંપત્તિ સાથે જોડાયેલો છે.
દેવગુરુ બૃહસ્પતિ અને ગ્રહોના સેનાપતિ મંગળ એક સાથે એક જ રાશિમાં ભેગા થાય તે ખુબ શુભ માનવામાં આવે છે. 12 જુલાઈની સાંજે 7.12 વાગે મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
ગુરુ અને મંગળની આ યુતિ 25 ઓગસ્ટ સુધી રહેશે. આ યોગમાં મેષ, મકર, અને કુંભ રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ શકે છે. મિત્રો અને બોસનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક કષ્ટોથી મુક્તિ મળવાની શક્યતા છે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.