Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન
મોટાભાગના લોકો કેરી ખાતી વખતે એક ભૂલ કરી બેસે છે જેથી તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તો આજે અમે તમને કેરી ખાવાની સાચી રીતે બતાવીશું તેના વિશે જણાવીશું. કેરી ખાવાના અડધો કલાક પહેલાં આ કામ જરૂર કરવું જોઇએ.
નિષ્ણાતોનું કહેવું છે કે કેરી ખાતા પહેલા તેને પાણીમાં રાખી દેવી જોઈએ. આવું કરવું આપણા શરીર માટે ફાયદાકારક છે. પાકેલી કેરીને ખાવાના ઓછામાં ઓછા 1 થી 2 કલાક પહેલા પાણીમાં રાખવી જોઈએ. જો તમારી પાસે સમય ઓછો હોય તો તમે તેને 20 થી 30 મિનિટ સુધી પાણીમાં રાખી શકો છો.
કેરીમાં કુદરતી ફાયટીક એસિડ જોવા મળે છે, જે એન્ટી-ન્યૂટ્રિએન્ટ માનવામાં આવે છે. આ એસિડ આપણા શરીરમાં કેલ્શિયમ, આયર્ન અને ઝિંક જેવા ખનિજોના વપરાશને અટકાવે છે. જેના કારણે શરીરમાં મિનરલ્સની ઉણપ થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં કેરીને થોડા કલાકો સુધી પાણીમાં પલાળીને રાખવાથી તેનું વધારાનું ફાયટીક એસિડ દૂર થઈ જાય છે.
કેરીને પકવવા મઍટે ઘણા પ્રકારના કેમિકલ્સનો ઉપયોગ થાય છે. આ કેમિકલ આપણા પેટમાં જઇને પાચન સંબંધિત સમસ્યાઓ પેદા કરી શકે છે. આ કેમિકલ્સ આપણી ત્વચા, આંખ અને શ્વાસ લેવામાં બળતરા પેદા કરી શકે છે. એટલા માટે કેરી ખાવાના અડધો કલાક પહેલાં પાણીમાં પલાળીને રાખવી જોઇએ.
કેરી પાણીમાં રાખવાથી તેમની ગરમી ઓછી થઇ જાય છે. કેરીની તાસીર હળવી ગરમ હોય છે. એવામાં તેને વધુ ખાવાથી ચહેરા પણ દાણા નિકળવાની સંભાવના રહે છે. કેરી પાણીમાં પલાળી રાખવાથી તેની ગરમી ઓછી થઇ જાય છે.