Share Market: આ ટોપ 7 કંપનીઓને થયું મોટું નુકસાન, લાગ્યો 80200 કરોડ રૂપિયાનો ઘટાડો!
Sensex and Nifty:આ દિવસોમાં શેરબજારમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. તો બીજી તરફ બજાર પણ લાલ નિશાનમાં ઘણો કારોબાર કરતું જોવા મળ્યું છે, જેના કારણે શેરબજારમાં લિસ્ટેડ ટોચની 10 કંપનીઓમાંથી 7 કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું છે. જોકે આ સપ્તાહે શેરબજારમાં લિસ્ટેડ આ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો જોવા મળ્યો છે.
શેરબજારમાં નબળા વલણ વચ્ચે ગયા સપ્તાહે ટોચની 10માંથી સાત કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. 80,200.24 કરોડનો ઘટાડો થયો હતો. આ દરમિયાન ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને HDFC બેંકને સૌથી વધુ નુકસાન થયું હતું. બીએસઈ સેન્સેક્સ સપ્તાહ દરમિયાન 373.99 પોઈન્ટ અથવા 0.57 ટકા ઘટ્યો હતો.
બીજી તરફ, ટોચની 10 કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર અને ઈન્ફોસિસના માર્કેટ કેપમાં વધારો થયો છે, જ્યારે ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), HDFC બેન્ક, ICICI બેન્ક, ITC, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સના મૂલ્યાંકનમાં ઘટાડો થયો. TCSનું માર્કેટ વેલ્યુએશન રૂ. 29,894.45 કરોડ ઘટીને રૂ. 12,32,240.44 કરોડ થયું હતું.
HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 19,664.06 કરોડ ઘટીને રૂ. 12,02,728.20 કરોડ થયું હતું. બીજી તરફ, હિન્દુસ્તાન યુનિલિવરના મૂલ્યમાં રૂ. 12,347.1 કરોડનો વધારો થયો છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ રૂ. 6,972.87 કરોડ વધીને રૂ. 5,76,379.26 કરોડ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટકેપ રૂ. 5,886.09 કરોડ વધીને રૂ. 17,29,764.68 કરોડ થયું છે. ટોચની 10 કંપનીઓની શ્રેણીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની હતી.
તો બીજી તરફ, 18 ઓગસ્ટ, 2023 ના રોજ, સેન્સેક્સમાં 202.36 પોઈન્ટ (0.31%) નો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા સાથે સેન્સેક્સ 64948.66 ના સ્તર પર બંધ થયો. તે જ સમયે, નિફ્ટી પણ લાલ નિશાનમાં બંધ થયો હતો. નિફ્ટી 55.10 (0.28%) ના ઘટાડા સાથે 19310.15 ના સ્તર પર બંધ થયો. (ઇનપુટ ભાષા)