Maruti ની આ ગાડીઓ પાકિસ્તાનમાં પણ છે જબરદસ્ત પોપ્યુલર, કિંમતો જાણીને રહી જશો હેરાન
ભારતમાં દર વર્ષે લગભગ 45 લાખ કારો વેચાય છે. જ્યારે પાકિસ્તાનમાં માત્ર બે લાખ કારોનું જ વેચાણ થાય છે. પાકિસ્તાનની મજબૂરી એવી છે કે પાકિસ્તાનની પોતાની કોઈ ઑટો કંપની નથી. એટલે તમામ કારો ઈમ્પોર્ટ કરે છે. ભારતમાં મારુતિ સુઝુકીને જે કાર Omniના નામે ઓળખાય છે તે પાકિસ્તાનમાં Suzuki Bolanના નામથી ઓળખાય છે. પાકિસ્તાનમાં આ કારને મિનિ બસના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં આ કામ 5.4 લાખની આસપાસમાં મળે છે. પરંતુ પાકિસ્તાનમાં તેની કિંમત 11.34 લાખ પાકિસ્તાની રૂપિયા છે.
ભારતમાં જે મારુતિ Suzuki Alto પસંદ કરવામાં આવે છે તે પાકિસ્તાનમાં પણ એટલી જ પોપ્યુલર છે. જો કે પાકિસ્તાનમાં તે 660 સીસીના એન્જિન તરીકે આવી છે અને લુક્સમાં અલગ છે. મારુતિ Suzuki Alto પાકિસ્તાનની બેસ્ટ સેલિંગ કારમાં આવે છે. તે પાંચ સ્પીડ મેન્યુઅલ અને AMT ઓપ્શન સાથે મળે છે. પાકિસ્તાનમાં તેની કિંમત 11.98-16.33 લાખ પાકિસ્તાની રૂપિયા છે.
મારુતિની Celerioને પાકિસ્તાનમાં પ્રીમિયમ હેચબેક તરીકે વેચવામાં આવે છે. પરંતુ ત્યાં તેનું નામ Suzuki Cultus છે. આ કાર પાકિસ્તાનના યુવાનોની પસંદછે. એક લિટર પેટ્રોલ એન્જિન સાથે તેને લાવવામાં આવી છે.તે પાંચ સ્પીડ મેન્યુઅલ અને AMT ઓપ્શન સાથે મળે છે. પાકિસ્તાનમાં તેની કિંમત 17.8-21.30 લાખ પાકિસ્તાની રૂપિયા છે.જ્યારે ભારતમાં તેની કિંમત 8.45 થી 10 લાખ રૂપિયા છે.
જે રીતે ભારતમાં મારુતિ Suzuki Swift તમામ લોકો પસંદ કરે છે. તેમ પાકિસ્તાનમાં પણ તે ખૂબ જ શાનદાર કાર માનવામાં આવે છે. જો કે પાકિસ્તાનમાં હજુ પણ ફર્સ્ટ જનરેશન Suzuki Swift ચાલે છે. નવી નથી વેચાતી. પાકિસ્તાનમાં વેચાતી Suzuki Swiftની ડિઝાઈન ભારત જેવી જ છે. જેની કિંમત 20.30 થી 22.10 લાખ પાકિસ્તાની રૂપિયા છે.
સુઝુકીની સાથે હોન્ડાની કારો પણ પાકિસ્તાનમાં પોપ્યુલર છે. હોન્ડા સિટીને પાકિસ્તાનમાં ઘણી પસંદ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં હોન્ડા સિટીનું ત્રીજું મોડેલ ચાલી રહ્યું છે પરંતુ ભારતમાં તેની પાંચમી જનરેશન ચાલી રહી છે. પાકિસ્તાનમાં તેની કિંમત 24.5-28.6 પાકિસ્તાની રૂપિયા છે.