ઓગસ્ટમાં Maruti, Mahindra અને Toyota એ ધડાધડ વેચી કાર્સ, જોતી રહી ગઇ Tata!
મારુતિ સુઝુકી: મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં 1,89,082 વાહનોનું જથ્થાબંધ વેચાણ કર્યું છે, આ સાથે કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક વેચાણ નોંધાવ્યું છે. ગયા મહિને મારુતિના જથ્થાબંધ વેચાણમાં 14 ટકાનો વધારો થયો હતો જ્યારે ઓગસ્ટ 2022માં તેણે 1,65,173 વાહનોનું વેચાણ કર્યું હતું.
હ્યુન્ડાઈ: હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું ઓગસ્ટ 2022માં વેચાયેલા 62,210 એકમોની સરખામણીએ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું ઓગસ્ટ હોલસેલ વેચાણ વાર્ષિક ધોરણે 15 ટકા વધીને 71,435 યુનિટ થયું છે. ગયા મહિને કંપનીનું સ્થાનિક વેચાણ 9 ટકા વધીને 53,830 યુનિટ થયું છે.
ટાટા: ટાટા મોટર્સે ઓગસ્ટમાં જથ્થાબંધ પેસેન્જર વાહનોના વેચાણમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 47,166 એકમો સામે 45,513 એકમો હતો. તેમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો પણ સામેલ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા: મહિન્દ્રાના વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 19 ટકા વધીને 70,350 યુનિટ થયું હતું જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 59,049 યુનિટ હતું. સ્થાનિક બજારમાં કંપનીના પેસેન્જર વાહનોનું વેચાણ 25 ટકા વધીને 37,270 યુનિટ થયું છે.
ટોયોટા: ટોયોટા કિર્લોસ્કર મોટરે પણ ગયા મહિને 22,910 એકમો સાથે તેની અત્યાર સુધીની સૌથી વધુ સામૂહિક વેચાણનો આંકડો હાંસલ કર્યો હતો. જે એક વર્ષ પહેલા કરતા 53 ટકા વધુ છે. સ્થાનિક બજારમાં તેણે 20,970 યુનિટ વેચ્યા છે.