Maruti Suzuki નો SUV Vitara Brezza પર મોટો ખુલાસો, કરી આ મોટી જાહેરાત

Thu, 03 Dec 2020-9:06 pm,

દેશની સૌથી મોટી કાર કંપની Maruti Suzuki એ જણાવ્યું કે Vitara Brezzaના બદલે Toyota Kirloskar Motor (TKM)ના પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ કરશે. મારૂતિએ જોકે આ વાતનો ખુલાસો છે કે તે Vitara Brezzaના જગ્યા કોઇ મોડલનું નિર્માણ Toyota Kirloskarના પ્લાન્ટમાં કરશે. 

મારૂતિએ જણાવ્યું કે બોર્ડે Vitara Brezzaના બદલે કોઇ બીજી મોડલના TKM પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગની મંજૂરી આપી દીધી છે. જોકે Toyota Kirloskarના કર્ણાટક પ્લાન્ટમાં અત્યારે કામકાજ અટકાયેલું છે. આ પ્લાન્ટમાં વર્કર્સ યૂનિયન અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. 

ગત વર્ષે માર્ચમાં મારૂતિ સુઝુકીએ Vitara Brezzaનું નિર્માણ 2022ની શરૂઆત TKM ના Bidadi પ્લાન્ટમાં કરવાની જાહેરાત કરી હતી. અત્યારે બંને કંપનીઓ   Maruti અને  Toyota વચ્ચે ગ્લોબલ કરાર અનુસાર મારૂતિ પોતાની Vitara Brezza ને TKMને વેચે છે, જેમાં કેટલીક ડિઝાઇનમાં ફેરફાર કરીને ટોયોટો પોતાના નવા Urban Cruiserના નામથી ભારતીય બજારમાં વેચી રહી છે. 

એટલું જ નહી ટોયોટો મારૂતિની પ્રીમિયમ હેચબેક Balenoને પણ કરાર હેઠળ Glanzaના નામથી ભારતીય બજારમાં વેચે છે. 2017માં થયેલા કરાર અનુસાર મારૂતિ સુઝુકી પોતાની Baleno અને Vitara Brezza ને Toyotaને વેચવા માટે રાજી થઇ હતી. તેના બદલામાં Toyotaએ પોતાની Corolla સેડાન Suzukiને આપવાનો નિર્ણય કર્યો હતો. 

ત્યારબાદ બંને કંપનીઓએ પોતાના કરારને આગળ વધારતાં અને ટેક્નિકલ વિકાસ, ગાડીઓના ઉત્પાદન અને માર્કેટ ક્ષેત્રને લઇને પણ ઘણા નવા કરાર કર્યા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link