6.49 લાખ કિંમત... 25Km ની માઇલેજ, 30 લાખ લોકોએ ખરીદી આ કાર

Sat, 29 Jun 2024-7:51 pm,

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે કંપની ટોપ-સેલિંગ હેચબેક મારૂતિ સ્વિફ્ટે એક નવો કીર્તિમાન પોતાના નામે કર્યો છે.   

મારૂતિનું કહેવું છે કે જ્યારથી આ કારને ઘરેલુ બજારમાં લોન્ચ કરવામાં આવી છે, ત્યારથી અત્યાર સુધી તેના 30 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે.

નોંધનીય છે કે મારૂતિ સુઝુકીએ વર્ષ 2005માં પ્રથમવાર મારૂતિ સ્વિફ્ટના ફર્સ્ટ જનરેશન મોડલને ભારતમાં લોન્ચ કર્યું હતું. 

છેલ્લા 19 વર્ષમાં આ કાર સેગમેન્ટની સૌથી લોકપ્રિય હેચબેક કાર રહી છે. સમયની સાથે કંપનીએ તેને ઘણીવાર અપડેટ કરી અને તાજેતરમાં તેના ફોર્થ જનરેશન મોડલને લોન્ચ કરવામાં આવ્યું છે.   

મારૂતિ સ્વિફ્ટે નવેમ્બર 2013માં પ્રથમવાર 10 લાખ યુનિટ સેલ્સનો આંકડો પાર કર્યો હતો. ત્યારબાદ 2018માં 20 લાખ યુનિટ્સ અને હવે જૂન 2024માં 30 લાખનો માઇલસ્ટોન હાસિલ કર્યો છે. 

New Swift થોડી મોટી છે. આ કાર પાછલા મોડલની તુલનામાં પહેલાથી 15 મિમી લાંબી અને આશરે 30 મિમી સુધી ઊંચી છે. પરંતુ વ્હીલબેસ પહેલા જેવું 2450 મિમી છે.   

કારના ઈન્ટીરિયરને સ્માર્ટ લુક આપવામાં આવ્યો છે. તેની કેબિન Fronx ને મળતી આવે છે. તેમાં ફ્રી સ્ટેન્ડિંગ ઈન્ફોટેનમેન્ટ સિસ્મટ, નવી સ્ટાઇલનું સેન્ટર એર કોન વેન્ટ્સ આપવામાં આવ્યું છે. 

મારૂતિ સ્વિફ્ટમાં મોટો ફેરફાર તેના પાવરટ્રેનમાં કરવામાં આવ્યો છે. બિલ્કુલ નવું 1.2 લીટરની ક્ષમતાનું ઝેડ સિરીઝ એન્જિન મળે છે. જે 82hp નો પાવર અને 112Nm નો ટોર્ક જનરેટ કરે છે. 

પાછલા મોડલમાં કે સિરીઝનું એન્જિન મળતું હતું. નવી મારૂતિ સુઝુકી સિફ્ટ 25.72 કિમી પ્રતિલીટરનું માઇલેજ આપશે. જે પાછલા મોડલથી આશરે 3 કિમી/લીટર વધારે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link