મેટ્રીમોનિયલ દુલ્હનથી બચીને રહેજો, ક્યાંક તમારે પણ પસ્તાવવાનો વારો ન આવે

Tue, 19 Jan 2021-11:12 am,

લખનઉના (Lucknow) પ્રાગ નારાયણ રોડના રહેવાસી મનોજ અગ્રવાલે ગત વર્ષે લગ્ન માટે મેટ્રીમોનિયલ સાઈટ (Matrimonial Site) પર પ્રોફાઈલ બનાવી હતી. તેણે જણાવ્યું કે, 15 ઓગસ્ટના પ્રિયંકા સિંહ નામની પ્રોફાઇલથી તેને પ્રથમ વખત રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, તે ઝારખંડની રાજધાની રાંચીની (Ranchi) રહેવાસી છે અને થોડા સમય પહેલા એક રોડ અકસ્માતમાં માતા-પિતાનું મોત થયું હતું. યુવતીએ મનોજને જણાવ્યું કે, તે આવકવેરા વિભાગની નોકરી છોડી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી છે.

મનોજ અગ્રવાલે જણાવ્યું કે, પ્રોફાઇલ ચેક કર્યા બાદ તે સંબંધ માટે તૈયાર થયો હતો. ત્યારબાદ પ્રિયંકા, તેની માસી અને પિતરાઇ ભાઇ શિવમ મળવા માટે લખનઉ આવ્યા હતા. બંને પરિવારની વચ્ચે વાતચીત થયા બાદ 10 ડિસેમ્બરના સગાઈ અને 16 ડિસેમ્બરના લગ્ન નક્કી થયા હતા.

લખનઉમાં મુલાકાત બાદ પ્રિયંકાએ મનોજે પોતાનો નંબર આપ્યો અને ત્યારબાદ બંને વચ્ચે વાતચીત તેમજ વોટ્સએપ (Whatsapp) પર ચેટિંગ થવા લાગી. ત્યારબાદ સાથે જ બંને વચ્ચે મુલાકાતનો દોર શરૂ થઈ ગયો હતો.

મનોજના જણાવ્યા અનુસાર, પ્રિયંકાએ કહ્યું હતું કે, તે યૂપીએસસીની (UPSC) તૈયારી કરી રહી છે, પરંતુ માતા પિતાના મોત બાદ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. આ બહાનુ બનાવી યુવતીએ પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, તેના પિતાની ગામમાં જમીન અને શહેરમાં એક પ્લોટ છે. જે ઉત્તરાધિકાર પ્રમાણપત્ર બનતાની સાથે જ તેના નામ પર ટ્રાન્સફર થઈ જશે.

મનોજે જણાવ્યું કે, તેણે ઘર બનાવવા માટે પૈસા ભેગા કર્યા હતા, પરંતુ પ્રિયંકાને ભાવી પત્ની સમજી પૈસા આપતો રહ્યો. મનોજે 6 લાખ 60 હજાર રૂપિયા ખાતામાં ટ્રાન્સફસ કર્યા અને 3 લાખ રૂપિયા કેસ આપ્યા હતા.

મનોજના જણાવ્યા અનુસાર પૈસા લીધા બાદ પ્રિયંકાનો મોબાઇલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ ઉપરાંત પ્રિયંકાની માસી અને પિતરાઈ ભાઈએ પણ તેમનો નંબર બંથ કરી દીધો છે. ત્યારબાદ તેમણે લખનઉના હઝરતગંજ કોતવાલીમાં પ્રિયંકા અને તેના સંબંધીઓ વિરૂદ્ધ છેતરપીંડિનો કેસ નોંધાવ્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link