અબજોપતિની પુત્રી હિનાએ લીધી દીક્ષા, MBBS ડોક્ટર બની જૈન ભિક્ષુ

Wed, 18 Jul 2018-9:12 pm,

એમબીબીએસ ડોક્ટરની ડિગ્રી મેળવ્યા બાદ મુંબઈની હિના હિંગડે સાંસારિક સુખનો ત્યાર કરી દીધો છે. બુધવારે હિનાએ સુરતમાં વિધિ અને જૈન પરંપરા અનુસાર દીક્ષા ગ્રહણ કરી. 

સૂરતમાં ડોક્ટર હિના હિંગડની દીક્ષાનો કાર્યક્રમ બુધવારે સવારે શરૂ થઈને બપોર સુધી સંપન્ન થયો. ડોક્ટર હિના હિંગડ હવે સાધ્વી શ્રી વિશારદમાલા તરીકે ઓળખાશે.   

હિનાના આધ્યાત્મિક ગુરૂ આચાર્ય વિજય યશોવર્મા સુરેશ્વરજી મહારાજ પાસેથી દીક્ષા લીધી. 28 વર્ષની હિના બિલિયોનેર પરિવાર સાથે સંબંધ ધરાવે છે.   

અહમદનગર યૂનિવર્સિટીની ગોલ્ડ મેડાલિસ્ટ હિના છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી. તે પોતાના છાત્ર જીવન દરમિયાન જ આધ્યાત્મિકતા તરફ આકર્ષિત થઈ ગતી.   

જ્યારે હિનાએ પોતાના પરિવારને પોતાના આધ્યાત્મિક વલણ વિશે જણાવ્યું તો પરિવાર રાજી ન થયો. હિનાનું કહેવું છે કે તેણે સાંસારિક સુખોનો ત્યાગ કરીને આધ્યાત્મિક સંયમનો માર્ગ અપનાવવો છે. 

હિના છેલ્લા 12 વર્ષથી પોતાના માતા-પિતા અને પરિવારના બીજા સભ્યોને દીક્ષા લેવા માટે મનાવી રહી હતી. હિનાનું માનવું છે કે, સાંસારિક જીવન છોડીને જૈન ભિક્ષુ બની જવું દરેક માટે સરળ નથી. 

હિનાએ દીક્ષા પહેલા જરૂરી 48 દિવસનું ધ્યાન પૂર્ણ કર્યું. આચાર્ય વિજય પ્રમાણે હિનાએ પોતાના પાછલા જન્મમાં કરેલા ધ્યાન અને શ્રદ્ધાને કારણે જૈન ધર્મની દીક્ષા લેવાનો સ્વીકાર કર્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link