મહિલાઓ સાથે બેડ શેર કરશે પુરૂષ, `BIGG BOSS 13`માં થયા આ 5 ફેરફાર
‘બિગ બોસ’ના આ સીઝનમાં પહેલી વખત ઘરનો માલિક સામે આવ્યો છે. માફ કરજો, ઘરનો માલિક નહીં ઘરની માલિક. જી હા, આ વખેત તેમને ઘરની માલિકના રૂપમાં બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલ જોવા મળશે. જે ગમે ત્યારે ઘરની અંદર-બહાર આવી જઇ શકે છે. તેના માટે આ સીઝનમાં એક સીક્રેટ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાંથી તે કન્ટેસ્ટેન્ટ પર નજર રાખી શકે છે.
‘બિગ બોસ’ના ‘બેડ ફ્રેન્ડ્સ ફોરએવર (BFF)’ કોન્સેપ્ટ એકદમ નવો છે. આ કોન્સેપ્ટમાં ઘરની અંદર આવેલા 5 પુરૂષોને તેમનો બેડ ઘરની મહિલાઓની સાથે શેર કરવાનો રહેશે. જેની પ્રક્રિયા પણ શોના પહેલા દિવસથી શરૂ થઇ ગઇ હતી. કોન્સેપ્ટના આધારર પર કોએનાએ તેના બેડ પાર્ટનર તરીકે કાશ્મીરના કન્ટેસ્ટેન્ટ અસીમ રિયાઝને પસંદ કર્યો છે, જ્યારે આરતીએ તેના બેડ પાર્ટનર તરીકે પારસ છાબડાને પસંદ કર્યો છે.
‘બિગ બોસ’ના આ સીઝનમાં કદાચ પહેલી વખત એવું જોવા મળ્યું છે કે, કુ 13 કન્ટેસ્ટેન્ટમાં 8 મહિલાઓ અને માત્ર 5 પુરૂષ કન્ટેસ્ટેન્ટ સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, પારસ છાબડા, અબૂ મલિક, અસીમ રિયાઝ, માહિરા શર્મા, દેવાલીના, રશ્મિ દેસાઇ, શેફાલી બગ્ગા, શાહનાઝ અને ગિલ, દલજીત કોર, અમીષા પટેલ, કોઅના મિત્રા અને આરતિ સિંહ પણ સામેલ છે.
આ વખતે ‘બિગ બોસ 13’માં ઘરની અંદર જતા પહેલા કન્ટેસ્ટેન્ટને કામની વહેચણી કરવામાં આવી હતી. ‘બિગ બોસ’ના ઇતિહાસમાં કદાચ આવું પહેલી વખત થયું છે. ‘બિગ બોસ’ના ઘરમાં રસોડાની જવાબદારી દેવોલીના અને સિદ્ધાર્થ શુક્લાને મળી છે. બંનેને બ્રેકફાસ્ટ અને ડિનર બનાવવાનું રહેશે. જ્યારે ‘બિગ બોસ 13’માં ગોવિંદાની ભત્રિજી આરતી સિંહને સલમાને ઘરનું કામ સોંપતા કહ્યું કે, તેમણે ઘરના વાસણ ધોવા પડશે.
‘બિગ બોસ’ના આ સીઝનમાં કદાચ ફિનાલે બે વખત થશે, કેમ કે, સલમાને શોના પહેલા દિવસે જણાવ્યું હતું કે, આ વખતે સીઝનનું પહેલું ફિનાલે ચાર અઠવાડીયામાં થશે. પરંતુ તેનો અર્થ એ નથી કે, ‘બિગ બોસ 13’નો શો એક મહિનામાં પૂરો થઇ જશે. પહેલું ફિનાલે થવા છતાં આ શો 15 અઠવાડીયા સુધી ચાલશે. હેવ વધુમાં શું થયું તે તમે ફિનાલેમાં જોયું જ હશે. (ફોટો સાભાર: તમામ ફોટ ગ્રામ Vootના વીડિયો ગેબ છે.