આ તારીખો છે ગુજરાત માટે ખતરનાક! ગુજરાતના વાતાવરણમાં આવશે સીધો જ યુ ટર્ન! જાણો શું કરી છે અંબાલાલે આગાહી?

Fri, 06 Dec 2024-9:37 am,

અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી આગાહી કરવામાં આવી છે.  

ગુજરાતમાં ઠંડીને વાત કરીએ તો સૌથી ઠંડું નલિયા 11.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધારે નોંધાયું છે. પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં વાતાવરણ બદલાશે.  

અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે, અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરનો ભેજ આવવાના કારણે 5 ડિસેમ્બરથી વાદળો આવશે. જેના કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને સામાન્ય વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 10થી 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે. આ સાથે તાપમાન 11થી 12 ડિગ્રીએ પહોંચી જશે. 15થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં પણ હળવું માવઠું થવાની શક્યતા છે. 16થી 20 ડિસેમ્બરના મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે ગાત્રો થીજવતી ઠંડી પડશે.

ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. 

અંબાલાલ પટેલે ડિસેમ્બરમાં ફેંગલ સિવાય વધુ એક વાવાઝોડાની આગાહી કરી છે. વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય વધવા છતાં પણ ઠંડીની અસર જણાશે. 14થી 18 ડિસેમ્બરના બંગાળના ઉપાસાગરમાં બીજું એક લો પ્રેશર બનવાની શક્યતા રહે. જેની દક્ષિણ પૂર્વ તટ પર રહેશે.

ડિસેમ્બરમાં બે-બે વાવાઝોડાની અસર જોવા મળવાની છે. જેની અસર ઠંડી પર જોવા મળવાની છે. તેને કારણે આ ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે શિયાળો હળવો રહેશે અને શીત લહેરના દિવસોની સંખ્યા પણ સામાન્ય કરતાં ઓછી રહેશે. જોકે, વાતાવરણ આગામી સમયમાં કેવી કરવટ બદલવાની છે તે તો આગામી સમયમાં જોવા મળશે. 

ભારતીય હવામાન વિભાગએ નવી આગાહીમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે ઓછા શીત લહેર દિવસો: ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વ ભારતમાં ઓછા શીત લહેર દિવસો રહેશે. દક્ષિણ ભારતમાં ઠંડી વધી શકે છે. દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. 

ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારેતરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે. હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે. ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. પરંતું ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે.

લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 10 ટકા ઓછું હોય અને 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે હોય ત્યારે શીત લહેર જાહેર કરવામાં આવે છે. જો આ સ્થિતિ સતત ત્રણ દિવસ સુધી ચાલુ રહે તો તેને કોલ્ડ વેવની ઘટના ગણવામાં આવે છે. સામાન્ય રીતે, ડિસેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચે ઉત્તર-પશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં 5-6 શીત લહેર દિવસો જોવા મળે છે. પરંતુ આ વર્ષે, IMD અનુસાર, આ સંખ્યા ઘટીને 2-4 થઈ શકે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link