શું ગુજરાતમાં કંઈક નવાજૂની થશે? ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા રમણિક વામજાએ કરી ભયાનક આગાહી
રમણિત વામજાએ આગાહી કરી છે કે આગામી 10 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. ગાજવીજ સાથે મેઘરાજા ગુજરાતમાં ધડબડાટી બોલાવશે. ખગોળીય સ્થિતિને આધારે રમણીક વામજાએ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત રમણિક વામજાએ જણાવ્યુ કે, આ સમયમાં વીંછીં કરડવાનું પ્રમાણ વધારે રહેશે તેવું અનુમાન છે. મગફળી, અડદ, એરંડાનો પાક પણ સારો રહેશે. સાયાબીન અને અન્ય પાક માટે પણ આ સારે સમય છે જેમાં ઉત્પાદન પણ સારું થશે.
આગાહીકાર રમણીક વામજાની મોટી આગાહી કરી છે કે આગામી દિવસોમાં વરસાદ ભુક્કા કાઢશે. જુલાઈમાં 2થી 10 ઈંચ વરસાદ ખાબકશે. મોટાભાગના ડેમ ઓવરફ્લો થશે. જૂલાઈમાં સૌરાષ્ટ્રના ડેમ ઓવરફ્લો થશે. પાછોતરો વરસાદ પણ સારો થશે. પવન અને ગરમીનું જોર વધશે.
આગાહીકાર રમણી વામજાએ કહ્યું કે, ચંદ્ર ફરતે કુંડાળું જોવા મળતા સારા વરસાદના સંકેત મળ્યા છે. સાતમ-આઠમમાં પણ શ્રીકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત ભાદર સહિત સૌરાષ્ટ્રના ડેમ છલકાશે, નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે તેવી આગાહી કરી છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, 7 જુલાઈ સુધી સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. સમગ્ર સૌરાષ્ટ્રમાં 2થી 10 ઈંચ વરસાદ થશે. સૌરાષ્ટ્રના નદી-નાળા છલકાશે. આ વર્ષે શીતળા નક્ષત્રમાં સારો વરસાદ થશે. જ્યારે 55થી 60 ઈંચ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.