Milk Purity Test: તમે દૂધ પીવો છો કે ડિટર્જન્ટનું પાણી ? ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં ચેક કરવા અપનાવો આ ટ્રિક

Thu, 12 Sep 2024-1:32 pm,

આજના સમયમાં કપડાં ધોવાના ડિટર્જન્ટ પાવડરથી મિલાવટી દૂધ બનાવવાનું પ્રમાણ વધી ગયું છે. આવું દૂધ પીવાથી શરીરને ગંભીર નુકસાન થઈ શકે છે. આવું દૂધ પીવાથી પાચન ખરાબ થાય છે અને મગજ પર પણ અસર થાય છે. તેથી આજે તમને ત્રણ એવી ટ્રિક જણાવીએ જેની મદદથી તમે જાણી શકો છો કે ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં.   

ડિટર્જન્ટ વાળા દૂધની ઓળખ કરવા માટે બે અલગ અલગ પ્રકારના દૂધ લેવા. હવે બંનેને અલગ અલગ ગ્લાસમાં ભરો. બંને દૂધને એક મિનિટ સુધી ચમચીથી બરાબર હલાવો. દૂધ હલાવો અને તેની ઉપર ફીણ બનવા લાગે તો સમજી લેવું કે તેમાં ડિટર્જન્ટ છે. જો દૂધ શુદ્ધ હશે તો ગ્લાસમાં ફીણાં બનશે નહીં. 

માલ્ટોડેક્સટ્રિન એવું કેમિકલ છે જે ખાવા પીવાની વસ્તુઓને ઘટ્ટ બનાવવા માટે વપરાય છે. દૂધને ઘાટું કરવા માટે આ કેમિકલ તેમાં ઉમેરવામાં આવે છે. આ કેમિકલની ઓળખ કરવા માટે 5 ml દૂધનું સેમ્પલ લેવું અને તેમાં 2 ml આયોડિન સોલ્યુશન મિક્સ કરો. જો દૂધમાં કેમિકલ હશે તો દૂધનો રંગ ડાર્ક બ્રાઉન અથવા તો લાલ થઈ જશે. 

માર્કેટમાં એવા દૂધ પણ મળે છે જેમાં લેક્ટિક એસિડ વધારે માત્રામાં હોય. આવા દૂધને ઓળખવા માટે દૂધનું 5 ml નું સેમ્પલ ટેસ્ટીંગ ટ્યુબમાં ભરો. હવે આ ટ્યુબને ઉકળતા પાણીમાં પાંચ મિનિટ સુધી રાખો. પાંચ મિનિટ પછી ટ્યુબને હલાવ્યા વિના બહાર કાઢો. જો દૂધમાંથી ખાટી સ્મેલ આવવા લાગી હોય અને તેની ઉપર દહીં જેવું પળ જામી ગયું હોય તો દૂધ મિલાવટી હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link