મિનીએચર આર્ટ: હથેળીમાં સમાયા વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા

Sat, 24 Oct 2020-10:53 am,

ગુજરાતની સાંસ્કૃતિક નગરી વડોદરા તેના સાંસ્કૃતિક વારસા માટે જાણીતી છે. વડોદરાનું યુનાઇટેડ વે ટ્રસ્ટ વિશ્વના સૌથી મોટા ગરબાનુ આયોજન કરે છે. 50 હજાર ખૈલૈયાઓ ગરબા રમતા હોવાનો દાવો કરવામા આવે છે. અહીં દેશ વિદેશથી ખૈલૈયાઓ ગરબા રમવા આવે છે. 

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે.જેમાં ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓની મિનીએચર આર્ટ તૈયાર કરી છેેે.

આ મિનીએચર આર્ટમાં માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા જોવા મળે છે. આ સુંદર કલા દરેકનું મનમોહી લે છે.

આ કલાકારે મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી છે. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વેના ગરબા, ઢોલને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે.

નવરાત્રિ દરમિયાન માતાજીનો ગરબો લઇને ગરબે ઘૂમવાની પ્રથા હોય છે. મુકેશ પંડ્યાએ ફૂલ ગરબો લઇને ગરબે રમતી મહિલાની ઉમદા પ્રતિકૃતિઓની રચના કરી છે. 

તેમના જણાવ્યા અનુસાર આ પ્રકારની રચના કરતી વખતે એક અલગજ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે. એક કલાકારની આવી રચનાઓનું સર્જન એ પણ એક પ્રકારની ભક્તિ અને આરાધના જ કહેવાય તેવું તેમનું માનવું છે.

છેલ્લા ચારેક વર્ષથી મુકેશ પંડયા દરેક ભારતીય તહેવારોને તેમની આ કળામાં કંડારતા આવે છે જેમાં દરેક ધર્મના તહેવારો સામેલ છે. આ ઉપરાંત ભારતના રાષ્ટ્રીય તહેવારોને પણ તેમણે તેમની કલામાં ઉમદા રીતે દર્શાવ્યા છે.

મુકેશભાઇ મીનીએચર આર્ટમાં દિવાસળી તથા ભરતકામની દોરીનો ઉપયોગ કરે છે. તેની ઉંચાઇ 20 એમ.એમ એટલે કે આંગળીના એક વેઢા જેટલી હોય છે.

દશેરા નિમિતે રાવણ વધ પણ આ કલાકાર ભૂલ્યા નથી. તો કોરોના વોરીયર્સ ને જ્યોત  ધરવાનું પણ ભૂલ્યા નથી. હથેળી ઉપર ગણેશ વિસર્જનના ઝુલુસની ઝાંખી કરાવતા લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા સ્પેશ્યલ એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.

મુકેશભાઇ પંડ્યા મનીએચર આર્ટ, પેપર આર્ટ તથા રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારો તથા અવનવા વિષય પર કાર્ટૂન બનાવવા, માટીકામ, ઐતિહાસિક સિક્કાઓનો સંગ્રહ, ફોટો, એક્ટિંગ, પેપરકાર વિંગનો શોખ ધરાવે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link