Photos: આ ખેલાડી મેચ ફિક્સિંગના આરોપમાં જેલમાં ગયો, ત્યારબાદ કેસ લડનારી વકીલ સાથે જ કરી લીધા લગ્ન

Fri, 10 Nov 2023-9:55 pm,

મોહમ્મદ આમિરની વાઈફ નર્જિસ ખાતૂન બ્રિટિશ નાગરિક છે. મોહમ્મદ આમિર અને નર્જિસની ત્રણ પુત્રીઓ છે. મોહમ્મદ આમિરે નર્જિસ ખાતૂન સાથે 2016માં લગ્ન કર્યા હતા. આમિર અને નર્જિસની લવસ્ટોરી ખુબ રસપ્રદ છે. 2010ની વાત છે જ્યારે મોહમ્મદ આમિરનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું. મેચ ફિક્સિંગના આરોપમાં મોહમ્મદ આમિરે જેલમાં જવું પડ્યું હતું. આમિરનો કેસ પાકિસ્તાની મૂળની બ્રિટિશ નાગરિક નર્જિસ ખાન લડી રહી હતી. 

કેસ લડતા લડતા નર્જિસ ખાતૂન અને મોહમ્મદ આમિર વચ્ચે નીકટતા વધતી ગઈ. બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા. મેચ ફિક્સિંગમાં ફસાયા બાદ આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આમિર ત્યારે 18 વર્ષનો હતો. મોહમ્મદ આમિર અને નર્જિસ ખાતૂનના લગ્ન 2016માં થયા. મોહમ્મદ આમિરે 2016માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફરી વાપસી કરી. મોહમ્મદ આમિરે 2020માં પાકિસ્તાન ક્રિકેટમાં આંતરિક  રાજકારણને લીધી ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરી દીધુ. રિપોર્ટ્સ છે કે મોહમ્મદ આમિર બ્રિટિશ નાગિરક બનીને આઈપીએલ રમવાની તૈયારી કરી રહ્યો છે. 

ઓગસ્ટ 2010માં લોર્ડ્સ ક્રિકેટ ટેસ્ટમાં 3 ક્રિકેટરોએ સટ્ટેબાજ મઝહર માજિદ સાથે મળીને સ્પોટ ફિક્સિંગ કર્યું હતું અને આ સ્ટિંગ ઓપરેશન ન્યૂઝ ઓફ વર્લ્ડના રિપોર્ટરે કર્યું હતું. આ સમગ્ર મામલામાં સ્પોટ ફિક્સિંગની વાત કેમેરામાં કેદ થઈ હતી. મેચના એક દિવસ પહેલા એક એક  નો બોલ ક્યારે ફેંકવામાં આવશે તે માટે આરોપી ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં કેપ્ટન સલમાન બટ્ટના ઈશારે મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે ક્રમશ: એક અને બે નો બોલ ફેંક્યા હતા. 

ટેસ્ટ ક્રિકટમાંથી નિવૃતિ લીધા બાદ મોહમ્મદ આમિર બ્રિટિશ પાસપોર્ટ મેળવવાની અને બ્રિટનમાં વસવાની યોજના ઘડી રહ્યો હતો. આમિરે સપ્ટેમ્બર 2016માં એક બ્રિટિશ નાગરિક નર્જિસ ખાતૂન સાથે લગ્ન કર્યા હતા. આમિર પાકિસ્તાનની એ ટીમનો ભાગ હતો જેણે 2009 વિશ્વ ટી20 કપ જીતવાની સાથે સાથે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. જે સમયે તે સ્પોટ ફિક્સિંગ વિવાદમાં ફસાયો હતો તે વખતે તેની ઉંમર માત્ર 18 વર્ષ હતી. 

સ્પોટ ફિક્સિંગના આરોપોમાં તેણે 2010થી 2015 સુધી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન સલમાન બટ, આમિર અને મોહમ્મદ આસિફને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન સ્પોટ ફિક્સિંગના દોષિત ગણવામાં આવતા 2011માં આઈસીસીએ  5 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આમિરના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને તત્કાલિન કેપ્ટન સલમાન બટને વર્ષ 2010ના ઈંગ્લેન્ડ પ્રવાસમાં ટેસ્ટ સીરીઝ દરમિયાન સ્પોટ ફિક્સિંગના દોષિત ગણવામાં આતા બ્રિટનની એક કોર્ટે નવેમ્બર 2011માં જેલની સજા કરી હતી. મોહમ્મદ આમિરે લગભગ અડધો વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link