Mohammad Amir: જેલમાં થયો હતો મોહમ્મદ આમિરને પ્રેમ, પોતાનો કેસ લડી રહેલી વકીલને બનાવી લીધી પત્ની

Sun, 11 Sep 2022-10:16 pm,

મોહમ્મદ આમિર અને નર્જિસ ખાનની લવ સ્ટોરી ખુબ રસપ્રદ છે. હકીકતમાં આ તે દિવસોની વાત છે જ્યારે વર્ષ 2010માં મોહમ્મદ આમિરનું નામ મેચ ફિક્સિંગમાં આવ્યું હતું. મેચ ફિક્સિંગના આરોપમાં મોહમ્મદ આમિરે જેલમાં જવું પડ્યું હતું. આમિરનો કેસ પાકિસ્તાન મૂળની બ્રિટિશ નાગરિક નર્જિસ ખાન લડી રહી હતી. 

કેસ લડતા-લડતા નર્જિસ ખાન અને મોહમ્મદ આમિર નજીક આવવા લાગ્યા અને બંનેને પ્રેમ થઈ ગયો. મેચ ફિક્સિંગમાં ફસાયા બાદ આમિર પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આમિર તે સમયે 18 વર્ષનો હતો. મોહમ્મદ આમિર અને નર્જિસ ખાને 2016માં લગ્ન કર્યાં હતા.

મોહમ્મદ આમિરે 2016માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરી વાપસી કરી હતી. મોહમ્મદ આમિરે 2020માં પાકિસ્તાન ક્રિકેટમાં આંતરિક રાજનીતિને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અકવિદા કહ્યુ હતું. હવે સમાચાર છે કે મોહમ્મદ આમિર બ્રિટિશ નાગરિક બનીને આઈપીએલમાં રમવાની તૈયારી કરી રહ્યો છે. 

ઓગસ્ટ 2010માં લોર્ડસ ટેસ્ટમાં ત્રણ ક્રિકેટરોએ સટ્ટાબાજ મઝહર માજિદની સાથે મળીને સ્પોટ ફિક્સિંગ કર્યું હતું અને આ સ્ટિંગ ઓપરેશન ન્યૂઝ ઓફ વર્લ્ડના રિપોર્ટરે કર્યું હતું. આ મામલામાં સ્પોટ ફિક્સિંગની તમામ વાતો કેમેરામાં કેદ થઈ હતી. મેચના એક દિવસ પહેલા નો-બોલ ક્યારે ફેંકવામાં આવશે. તે માટે આરોપી ક્રિકેટરોએ મોટી રકમ લીધી હતી. આ ટેસ્ટ મેચમાં કેપ્ટન સલમાન બટ્ટના ઈશારા પર મોહમ્મદ આસિફ અને મોહમ્મદ આમિરે ક્રમશઃ એક અને બે નો-બોલ ફેંક્યા હતા.   

ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ મોહમ્મદ આમિર બ્રિટિશ પાસપોર્ટ હાસિલ કરવા અને બ્રિટનમાં રહેવાની યોજના બનાવી રહ્યો છે. આમિરે સપ્ટેમ્બર 2016માં એક બ્રિટિશ નાગરિક નર્જિસ ખાન સાથે લગ્ન કર્યા હતા. આમિર પાકિસ્તાનની તે ટીમનો સભ્ય હતો જેણે 2009માં ટી20 વિશ્વકપ અને 2017માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. જે સમયે તે સ્પોટ ફિક્સિંગમાં ફસાયો તે સમયે તેની ઉંમર માત્ર 18 વર્ષની હતી. 

સ્પોટ ફિક્સિંગના આરોપોમાં તેણે 2010થી 2015 સુધી પ્રતિબંધનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન સલમાન બટ, આમિર અને મોહમ્મદ આમિરને ઈંગ્લેન્ડના પ્રવાસ પર ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ 2011માં આઈસીસીએ 5 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો. આમિરની સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફ અને તત્કાલીન કેપ્ટન સલમાન બટ્ટને વર્ષ 2010માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ દરમિયાન સ્પોટ ફિક્સિંગમાં દોષી ઠેરવતા બ્રિટનની એક કોર્ટે નવેમ્બર 2011માં જેલની સજા ફટકારી હતી. મોહમ્મદ આમિરે છ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link