અરબી સમુદ્રમાંથી આવશે આફત! ગુજરાતના 33 માંથી આ 13 જિલ્લાઓ થઈ જશે ખેદાન-મેદાન

Tue, 02 Jul 2024-1:28 pm,

Gujarat Monsoon Red Alert: ગુજરાત પર મંડાઈ રહી છે મોટી આફત...ગુજરાતના માથે તોળાઈ રહ્યું છે જળસંકટ...ગુજરાતમાં આવી શકે છે વિનાશક વરસાદ....જીહાં, આ અમે નથી કહી રહ્યાં આ હવામાનની સ્થિતિ દર્શાવતા નિષ્ણાતો અને સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી સ્પષ્ટ જાણી શકાય છે. 

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં એક સાથે બબ્બે સિસ્ટમો હાલ સક્રિય થઈ ગઈ છે. સૌથી મોટા ડર કોઈ હોય તો એ બન્ને સિસ્ટમનો જ છે. કારણકે, એક સિસ્ટમ આખી સિસ્ટમ ખરાબ કરી શકે છે તો એકના બદલે બે-બે વરસાદી સિસ્ટમો ત્રાટકશે તો શું હાલત થશે.

મહત્વનું છે કે,ગુજરાતી કેલેન્ડરના જેઠ મહિનાની શરૂઆતથી જ ધીરે ધીરે આભા મંડળમાં વાદળ બંધાવવાની શરૂઆત થાય છે. ખેડૂત અને માલધારી પશુ-પંખી વરસાદની રાહ જોતા હોય છે. જો કે, આ વખતે વરસાદ કેરળમાં થંભી ગયો હતો. જ્યાં રોકાણ કર્યા બાદ વરસાદ આગળ વધ્યો હતો. હાલ અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલાક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૦૨/૦૭/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૩ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ૩૨ તાલુકાઓ એવા છે કે જેમાં ૦૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

અરબી સમુદ્રમાંથી આવનારી આફતને કારણે આ વિસ્તારોમાં 17 ઇંચ સુધી વરસાદની સંભાવના આગાહીકાર પરેશ ગોસ્વામી દ્નારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. સાથે જ આ ડીપ ડિપ્રેશન ક્યાંથી પસાર થશે અને તેની અસર શું થશે, કયા-કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, તે અંગે તેમણે માહિતી આપી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યુંકે, હાલ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે. આ ડીપ ડિપ્રેશન ગુજરાતના દ્વારકા થઇ આગળ આપણા પરથી પસાર થવાનું છે. જેના કારણે 2 જુલાઇના રોજ સાંજ સુધી દ્વારકા, પોરબંદરના અમુક ભાગો, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, વિરમગામ, માંડવી, કંડલા, ગાંધીધામ, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આમ, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે. 

ઉપરાંત અરવલ્લી, મહિસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠાના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની સંભાવનાઓ છે. મધ્ય ગુજરાતના દાહોદ, ગોધરા, વડોદરા, કપડવંજ, આણંદ, નડિયાદ, ખેડામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સતત વરસાદ રહેશે. જ્યારે સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહેશે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : વંથલીમાં ૧૪ ઇંચ, વિસાવદરમાં ૧૩ ઇંચ અને જૂનાગઢ શહેરમાં ૧૨ ઇંચ વરસાદ. રાજ્યના ૧૪૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ : ૩૨ તાલુકામાં ૦૪ ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે.

દ્વારકા, જૂનાગઢ, જામનગરના અમુક ભાગો, સુરેન્દ્રનગર, કચ્છના કંડલા, ગાંધીધામ, ભચાઉ, માંડવી જેવા વિસ્તારો, મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારો છે, જ્યાં આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદની શક્યતાઓ છે. આ જે જિલ્લાઓના નામ આપ્યા છે, ત્યાં અમુક વિસ્તારોમાં તો 15થી 17 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે, એવી સ્થિતિ છે. કેમ કે, ડીપ ડિપ્રેશન આ રૂટમાંથી પસાર થવાનું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. આખા ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે, પરંતુ જ્યાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાનું છે ત્યાં અતિભારે વરસાદની સંભાવના છે. આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ હજુ ઘણા દિવસ ચાલવાનો છે.

રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૮૫ ટકા નોંધાયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં ઝોનમાં ૨૮.૮૨ ટકા, કચ્છમાં ૨૫.૧૦ ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં ૧૦.૯૬ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link