Monsoon: શું સાચે હિમાલય ના હોત તો ભારતમાં ના થાત વરસાદ? જાણો વરસાદનું વર્ષો જૂનું ટોપ સીક્રેટ

Fri, 07 Jun 2024-10:26 am,

હવામાન નિષ્ણાતોના મતે જો હિમાલય પર્વત ન હોત તો ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ ન હોત. ચોમાસાના પવનો બંગાળની ખાડીમાંથી આગળ વધે છે અને હિમાલય સાથે અથડાયા પછી પાછા ફરે છે અને ઉત્તર ભારતના મેદાનો પર વરસાદ પડે છે. રાજસ્થાનમાં નજીવા વરસાદ બાદ ભારતમાં ચોમાસુ સમાપ્ત થાય છે. સામાન્ય રીતે આ રીતે વરસાદી પ્રક્રિયા આગળ વધતી હોય છે.

સામાન્ય રીતે ચોમાસું મેના બીજા સપ્તાહમાં બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પહોંચે છે અને 1 જૂને કેરળ પહોંચે છે. આ વખતે પણ પ્રાકૃતિક પ્રક્રિયાઓને પાર કરીને જુલાઇના પ્રથમ સપ્તાહથી સમગ્ર દેશમાં ભારે વરસાદ શરૂ થઇ જશે. એમાંય દેશમાં પહેલાં કેરળમાં વરસાદનું આગમન થાય છે. ત્યાર બાદ ત્યાંથી ફરતા ફરતા એ મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ પહોંચે છે. જ્યાંથી ફરતા ફરતા વરસાદી વાદળો ગુજરાતભણી આગળ વધે છે અને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય છે. પહેલાં દક્ષિણ ગુજરાત, પછી સૌરાષ્ટ્ર-ક્ચ્છ અને પછી ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ શરૂ થતો હોય છે. આ એક રૂટિન પ્રક્રિયા છે, જોકે, કુદરતી પ્રક્રિયાઓમાં ઘણીવાર વહેલુ મોળું અને બદલાવ થતો રહે છે.

હવામાન વિભાગની માનીએ તો ગુજરાતમાં ફૂલફેલ્ટમાં એટલેકે, વિધિવત રીતે ચોમાસુ ચાલુ થવામાં હજુ બે સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. અમુક ભાગોમાં વરસાદનો પ્રારંભ તો ધીરે ધીરે શરૂ થઈ જ ગયો છે. એવું માનવામાં આવે છે કે, 15 જુલાઈ સુધીમાં, ચોમાસાએ સમગ્ર દેશને આટોપી લીધું હશે અને તે ખેતરો, નદીઓ, નહેરો, જળાશયો અને આપણા શહેરો, ગામડાઓ અને નગરોમાં વરસાદ વરસી રહ્યો હશે. 

ભારતમાં ચોમાસું જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના સક્રિય રહે છે. આ સમય ગાળા દરમિયાન ભારતમાં લગભગ સાર્વત્રિક વરસાદ રહેતો હોય છે. વચ્ચે વચ્ચે થોડા દિવસ કોરું કાઢ્યા બાદ ફરી વરસાદી વાદળો ઘેરાતા હોય છે. સતત ચાર મહિના સુધી આ પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે.

ઉનાળાની ઋતુ દરમિયાન, જ્યારે સૂર્ય હિંદ મહાસાગરમાં વિષુવવૃત્તની ઉપર સીધો હોય છે, ત્યારે ચોમાસું રચાય છે. આ પ્રક્રિયામાં સમુદ્રનું તાપમાન ગરમ થાય છે અને 30 ડિગ્રી સુધી પહોંચી જાય છે. તે દરમિયાન પૃથ્વીનું તાપમાન 45-46 ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચોમાસાના પવનો સક્રિય બને છે. આ પવનો વિષુવવૃત્તને પાર કરીને એશિયા તરફ આગળ વધવા લાગે છે.

હવામાન વિભાગ આ ચાર મહિના દરમિયાન ચોમાસાના વરસાદની આગાહી કરવા માટે ઘણા પરિમાણોનો ઉપયોગ કરે છે. જણાવી દઈએ કે, ભારતમાં 127 એગ્રો-ક્લાઈમેટિક સબ-ઝોન છે. કુલ 36 ઝોન છે. મહાસાગર, હિમાલય અને રણ ચોમાસાને પ્રભાવિત કરે છે. તેથી હવામાન વિભાગ 100 ટકા સાચી આગાહી કરવામાં નિષ્ફળ જાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન, જ્યારે સૂર્ય હિંદ મહાસાગરમાં વિષુવવૃત્તની ઉપર સીધો હોય છે, ત્યારે ચોમાસું રચાય છે. આ પ્રક્રિયામાં સમુદ્રનું તાપમાન ગરમ થાય છે અને 30 ડિગ્રી સુધી પહોંચી જાય છે. તે દરમિયાન પૃથ્વીનું તાપમાન 45-46 ડિગ્રીએ પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં હિંદ મહાસાગરના દક્ષિણ ભાગમાં ચોમાસાના પવનો સક્રિય બને છે. આ પવનો વિષુવવૃત્તને પાર કરીને એશિયા તરફ આગળ વધવા લાગે છે.

ચોમાસાના ચાર મહિનાના આ સમય દરમિયાન, સમુદ્ર પર વાદળોની રચનાની પ્રક્રિયા શરૂ થાય છે. વિષુવવૃત્તને પાર કર્યા પછી, પવન અને વાદળો વરસાદનું કારણ બને છે અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તરફ આગળ વધે છે. આ સમયગાળા દરમિયાન, દેશના ઘણા ભાગોમાં તાપમાન સમુદ્ર સપાટીના તાપમાન કરતા વધારે છે. આવી સ્થિતિમાં સમુદ્રમાંથી જમીની વિસ્તારો તરફ પવન ફૂંકાવા લાગે છે. આ પવનો સમુદ્રના પાણીના બાષ્પીભવનથી ઉત્પન્ન થતી વરાળને શોષી લે છે અને પૃથ્વી પર પહોંચતાની સાથે જ ઉપર ચઢે છે અને વરસાદનું કારણ બને છે.

દેશમાં ચોમાસાના ચાર મહિનામાં સરેરાશ 89 સેમી વરસાદ પડે છે. દેશની 65 ટકા ખેતી ચોમાસા પર નિર્ભર છે. વીજળીનું ઉત્પાદન અને નદીનું પાણી પણ ચોમાસા પર નિર્ભર છે. પશ્ચિમ કિનારાના રાજ્યો અને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં 200 થી 1000 સેમી વરસાદ પડે છે, જ્યારે રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં ચોમાસાનો વરસાદ માત્ર 10-15 સે.મી છે.

અંગ્રેજી શબ્દ મોન્સૂન પોર્ટુગીઝ શબ્દ મોનકાઓ (Moncao)પરથી આવ્યો છે. મૂળરૂપે આ શબ્દ અરબી શબ્દ માવસિમ (ઋતુ) પરથી આવ્યો છે. આ શબ્દનો ઉપયોગ હિન્દી, ઉર્દૂ અને ઉત્તર ભારતીય ભાષાઓમાં પણ થાય છે, જેની એક લિંક પ્રારંભિક આધુનિક ડચ શબ્દ મોન્સોનમાં પણ જોવા મળે છે. 

ઉલ્લેખનીય છેકે, વિશ્વના કોઈપણ દેશ કરતા ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થઈ શકે છે, કદાચ તેનું કારણ આપણું ભૌગોલિક સ્થાન છે. કારણકે, ભારત એવા સ્થાન પર છે જ્યાં દરેક પ્રકારની આબોહવા અને વરસાદ માટે તમામ પરિમાણો ખુબ જ અનુકૂળ છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link